IPL 2019: પ્લેઓફની દોડ, બે સ્થાનો માટે ચાલું છે જંગ, જાણો તમામ સમીકરણ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019માં પ્લેઓફની દોડ ચાલું છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો પ્લેઓફમાં પહોંચી ગઈ છે પરંતુ બાકી ટીમે હજુ પણ જગ્યા બનાવવા માટે મહેનત કરી રહી છે.
નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ બે ટીમો છે જેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019ના પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. હવે બાકી બે સ્થાન માટે જંગ ચાલું છે. તેના માટે બાકી ટીમો વચ્ચે દોડ ચાલી રહી છે. ટીમોનું પ્લેઓફમાં પહોંચવું ન માત્ર તેના પ્રદર્શન પર નિર્ભર કરશે પરંતુ આ સાથે તેણે બીજી ટીમોની રમત પર પણ ધ્યાન રાખવું પડશે. કેટલિક ટીમો માટે માત્ર જીત મહત્વની હશે તો બીજી ટીમો માટે બીજાની હાર પણ મહત્વ રાખશે. કોઈ માટે માત્ર જીતનું અંતર મહત્વ રાખશે અને કોઈ જીત્યા બાદ પણ માત્રને માત્ર આશા રાખશે.
કેટલિક ટીમોના વિદેશી ખેલાડી પરત ફરી ચુક્યા છે અને તેનાથી તેની રણનીતિ પર અસર પડશે અને તે ભારતના ખેલાડીઓના ભરોસે પોતાની બાજી જીતવાનો પ્રયત્ન કરશે. હવે છેલ્લો પડાવ છે. હવે બીજી તક ઓછી છે. હવે ચુક્શો તો એક વર્ષ રાહ જોવી પડશે.
રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સ માટે મુશ્કેલી વધુ છે અને આશાઓ ઓછી. ટીમે સનરાઇઝર્સ વિરુદ્ધ જીત હાસિલ કરીને પોતાને દોડમાં જાળવી રાખી છે પરંતુ ટીમે મંગળવારે આરબીસી વિરુદ્ધ કોઈપણ ભોગે જીત મેળવવી પડશે. ટીમને 12માંથી પાંચ મેચમાં જીત મળી છે. પોતાના બંન્ને મેચ જીત્યા બાદ તેના 14 પોઈન્ટ થશે. તે અહીં થોડી આશા રાખી શકે અને ભાગ્યનો સાથ મળે તો તે અંતિમ-4માં જગ્યા બનાવી શકે છે. હકીકતમાં લીગ મેચો બાદ એવી સ્થિતિ પણ બની શકે કે જેમાં ઘણી ટીમોના 12 પોઈન્ટ હોય. આ સ્થિતિ તેના માટે મદદરૂપ થઈ શકે છે.
વિદેશી ખેલાડીઓ જવાથી રાજસ્થાન પર મોટી અસર પડી છે પરંતુ ટીમને આશા કરશે કે આગામી બે મેચ જીતીને ખુદને પ્રાસંગિક બનાવી રાખીએ. એક પણ હાર અને રાજસ્થાન પ્લેઓફની દોડમાંથી બહાર. કારણ કે તેની રનરેટ (-0.321) ખુબ ખરાબ છે. રાજસ્થાને આરસીબી (બેંગલોર) અને દિલ્હી કેપિટલ્સ (દિલ્હીમાં) મુકાબલા રમવાના છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
બેંગલોરની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચુકી છે પરંતુ તેમ છતાં પણ એક પાતળી આશા હજુ પણ જીવિત છે. આ આશામાં ઘણા જો અને તો છે. એટલે કે આરસીબીનો માર્ગ મુશ્કેલ છે. પોતાના બે મેચ જીતીને તે 12 પોઈન્ટ પર પહોંચી જશે. જે તેના માટે પૂરતા હોય. મુશ્કેલ પોઈન્ટ નહીં રનરેટ પણ છે. બેંગલોર -0.694 રનરેટ લઈને બેઠું છે જે આ સિઝનમાં સૌથી ખરાબ છે. તે બે મેચ જીતશે તો પણ નહી પહોંચી શકે. ટીમે 12 માંથી માત્ર 4 મેચ જીતી છે.
મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફ ખુબ મુશ્કેલ લાગતું નથી. ટીમ સારા ફોર્મમાં છે અને તેની પાસે અંતિમ ચારમાં જગ્યા બનાવવાની સૂવર્ણ તક છે. ટીમના 12 મેચોમાં સાત જીત સાથે 14 પોઈન્ટ છે. એક જીત અને ટીમ અંતિમ-4માં પહોંચી જશે. તેની રનરેટ (+.0347) પણ સારી છે. ટીમે પોતાના આગામી બે મેચમાં એકમાં વિજય મેળવવો જરૂરી છે.
ત્યારબાદ પ્લેઓફમાં તેની ટિકિટ કન્ફોર્મ થઈ જશે. જો ટીમ બંન્ને મેચ હારી જાય તો પણ તે પ્લેઓફમાં પહોંચી શકે છે. બસ હારનું અંતર ઓછું હોય જેથી તેની નેટ રનરેટ નકારાત્મક ન થાય. આ સમયે જે મુંબઈની રનરેટ છે તે નીચેની ચાર ટીમોમાં સૌથી સારી છે. પરંતુ મુંબઈ જો પોતાના બાકીના બંન્ને મેચ સારા અંતરથી જીતે તો તેની પાસે ટોપ 2માં પહોંચવાની તક હશે. મુંબઈએ સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમવાનું છે.
કોલકત્તા નાઇટ રાઇડર્સ
કોલકત્તાની ટીમે અત્યાર સુધી 12 મેચ રમી છે અને પાંચ જીત સાથે તેના 10 પોઈન્ટ છે. તેની નેટરનરેટ +0.100 છે જે ખુબ સારી તો ન કહી શકાય પરંતુ તેમ છતાં પણ ટીમને દોડમાં બનાવી રાખવા માટે બરોબર છે. કોલકત્તાની ટીમ સતત છ મેચ હારીને પ્લેઓફની દોડમાં પાછળ જતી રહી હતી. પરંતુ મુંબઈ વિરુદ્ધ જીત બાદ તેણે પ્લેઓફની આશા જીવંત રાખી છે. કોલકત્તાનો આગામી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ છે જેમાં તેણે જીત હાસિલ કરવી ખુબ જરૂરી છે. જો ટીમ ત્યારબાદ મુંબઈને હરાવી દે તો પ્લેઓફની દોડમાં ટકી રહેશે.
ટીમ બંન્ને મેચ જીતીને 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. પરંતુ તે માત્ર પૂરતુ નથી. બીજી ટીમોના પણ 14 પોઈન્ટ થઈ શકે છે. તેનો અર્થ છે કે કોલકત્તાએ પોતાની જીતનું અંતર પણ મોટું રાખવું પડશે. તેની રનરેટ હાલમાં મુંબઈ અને હૈદરાબાદ કરતા ઘણી ઓછી છે. કોલકત્તાએ કિંગ્સ ઈલેવન પંજાબ (મોહાલી) અને મુંબઈ ઈન્ડિયન્સ (મુંબઈમાં) રમવાનું છે.
કિંગ્સ ઈલેવન પંજાબ
12માંથી 5 મેચ જીતીને પંબાજની ટીમના 10 પોઈન્ટ છે. તેની રનરેટ -0.296 જે ખુબ ઓછી છે. રવિવારે સનરાઇઝર્સ વિરુદ્ધ હાર બાદ પ્લેઓફની દોડમાં કિંગ્સનો મોટો ઝટકો લાગ્યો છે. પ્લેઓફની દોડમાં બની રહેવા માટે તેણે બાકીના બંન્ને મેચ જીતવા પડશે. ત્યારબાદ તેના 14 પોઈન્ટ થઈ જશે. પરંતુ ત્યારબાદ પણ તેનો માર્ગ મુશ્કેલ લાગી રહ્યો છે કારણ કે રનરેટ તેમાં વચ્ચે આવશે. જો હૈદરાબાદ પોતાની બંન્ને મેચ (MI અને RCB) હારી જાય અને રાજસ્થાન રોયલ્સ દિલ્હી અને બેંગલોર વિરુદ્ધ રમાનારા પોતાના બે મેચમાંથી એક હારી જાય તો બંન્ને ટીમોના 12-12 પોઈન્ટ રહી જશે અને કિંગ્સ ઇલેવન માટે આશા વધી જશે. 14 પોઈન્ટ પણ તેના માટે ઘણા નથી કારણ કે તેની રનરેટ ખરાબ છે.
જો તે મુંબઈ કે હૈદરાબાદની સાથે બરોબરી પર અટકે તો કિંગ્સ ઈલેવન પાછળ રહી જશે. હાં રાજસ્થાન સાથે અટકવા પર તેનો ફાયદો થશે કારણ કે તેની રનરેટ (-0.321) કિંગ્સ કરતા પણ ખરાબ છે. ટીમે પોતાના આગામી બંન્ને મેચ (કેકેઆર અને ચેન્નઈ) વિરુદ્ધ પોતાના ઘરઆંગણે રમવાની છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ
સનરાઇઝર્સ હૈદરાબાદે 12 મેચ રમી છે અને તેના બે મેચ બાકી છે. આ 12 મેચોમાંથી ટીમે છમાં જીત હાસિલ કરી છે અને એટલા મેચમાં તેને હાર મળી છે. સોમવારે કિંગ્સ ઈલેવન પંજાબને હરાવીને તેણે પોતાના દાવાને મજબૂત કર્યો છે. ટીમ જો પોતાના બાકીના બંન્ને મેચમાં વિજય મેળવે તો તેના 16 પોઈન્ટ થઈ જશે અને તે ક્વોલિફિકેશનમાં સ્થાન પાક્કુ કરી લેશે. પરંતુ જો તે એક મેચ હારે તો તેના 14 પોઈન્ટ થશે અને તેની રનરેટ ખુબ સારી છે તો તેના માટે ફાયદાની વાત છે. સનરાઇઝર્સને મુંબઈ અને આરસીબી વિરુદ્ધ પોતાની બે મેચ રમવાની છે. ટીમે આ બંન્ને મેચ વિરોધી ટીમના ઘરમાં રમવાના છે.