નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ (DC) ટીમ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રહી ચુકેલા અંજ્કિય રહાણેને પોતાની સાથે જોડવા ઈચ્છે છે. આ સંબંધમાં તેની રાજસ્થાન રોયલ્સ (RR) સાથે વાતચીત ચાલી રહી છે. જો બંન્ને ફ્રેન્ચાઇઝી ટીમો વચ્ચે તાલમેલ બની જાય તો આઈપીએલની આાગામી સિઝનમાં રહાણે દિલ્હી માટે રમતો જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ કહ્યું કે, આ સંબંધ બંન્ને ફ્રેન્ચાઇઝી ટીમો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને જો બધુ યોગ્ય રહ્યું તો પછી 2020 આઈપીએલ સિઝનમાં રહાણેને દિલ્હીના ખેલાડીના રૂપમાં મેદાન પર જોઈ શકાશે. સૂત્રએ કહ્યું, 'હા દિલ્હી કેપિટલ્સ રહાણેને પોતાની સાથે જોડવા ઈચ્છે છે પરંતુ તે કહું હાલ વધારે પડતું હશે કે આ કરાર પૂરો થશે.' ઘણી વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે કારણ કે રહાણે વર્ષોથી રાજસ્થાન ટીમ માટે રમે છે અને એકબીજાની ઓળખ બની ચુક્યા છે. આમ તો વાતચીત ચાલી રહી છે. 


જો કરારને લઈને સહમતિ બને છે તો પછી દિલ્હીની ટીમને પોતાને નવી રીતે તૈયાર કરવામાં ઘણી મદદ મળશે. પાછલી સિઝનમાં દિલ્હીએ ત્રણ ખેલાડીઓને આપીને હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને હાસિલ કર્યો હતો. ધવને છેલ્લી સિઝનમાં 521 રન બનાવ્યા અને આ કારણ છે કે દિલ્હીની ટીમ 2012 બાદ પ્રથમવાર પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી હતી. 

ભુવનેશ્વરે કર્યો ખુલાસો- વિરાટ કોહલી માટે કેમ ખાસ હતી આ સદી 

દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ કહ્યું કે, જો રહાણે ટીમમાં આવી જાય તો એક સારી વાત હશે કારણ કે તેનાથી ટીમને નવા સ્વરૂપની સાથે-સાથે  તાકાત પણ મળશે. રહાણે 2008 અને 2009મા મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો હતો. 2010 આઈપીએલમાથી તે બહાર રહ્યો અને 2011થી રાજસ્થાન રોયલ્સની સાથે છે. 


ત્યારબાદ રહાણે રાજસ્થાન સાથે રહ્યો. વચ્ચે બે વર્ષ સુધી રાજસ્થાનની ટીમ પ્રતિબંધિત હતી અને આ દરમિયાન રહાણે પુણે માટે રમ્યો હતો. ત્યારબાદ તે ફરી ટીમમાં પરત ફર્યો પરંતુ હવે લાગે છે કે સ્થિતિમાં ફેરફાર થવાનો છે.