IPL 2020: રાજસ્થાન રોયલ્સની ટીમમાં મોટો ફેરફાર, આ દિગ્ગજને બનાવ્યા કોચ
રાજસ્થાન રોયલ્સની ટીમે પોતાના નવા કોચનું ફ્રેન્ચાઇઝીમાં સ્વાગત કર્યું છે. એંડ્રયૂ મેકડોનાલ્ડ આગામી ત્રણ વર્ષ માટે આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા છે.
મુંબઈઃ IPL 2020 Rajasthan Royals: ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમના નવા મુખ્ય કોચની જાહેરાત કરી દીધી છે. રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીએ ઓસ્ટ્રેલિયાની ટીમના પૂર્વ કોચ અને ક્રિકેટર એંડ્રયૂ બેરી મેકડોનાલ્ડ (Andrew Barry McDonald)ની પોતાની ટીમના હેડ કોચ તરીકે નિમણૂક કરી છે.
રાજસ્થાન રોયલ્સની ટીમે પોતાના નવા કોચનું ફ્રેન્ચાઇઝીમાં સ્વાગત કર્યું છે. એંડ્રયૂ મેકડોનાલ્ડ આગામી ત્રણ વર્ષ માટે આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા છે. એંડ્રયૂ મેકડોનાલ્ડે Leicestershire, Victoria અને Melbourne Renegades માટે શાનદાર કામ કર્યું અને પોતાની કોચિંગ સ્કિલ્સથી ટીમને સફળતા અપાવી છે.
સાઉથ આફ્રિકાના ફરી ઓલોઓન આપીને કેપ્ટન વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ
એમ કહી શકીએ કે એંડ્રયૂ મેકડોનાલ્ડની આઈપીએલમાં ત્રીજી ઈનિંગ છે અને આ વખતે તે રાજસ્થાન રોયલ્સ ટીમની કોચિંગની કમાન સંભાળવા જઈ રહ્યાં છે. આ જાહેરાતની લઈને રાજસ્થાન રોયલ્સના એક્ઝિક્યૂટિવ ચેરમેન રંજીત ભરઠાકુરે કહ્યું કે, 'અમને એંડ્રયૂ મેકડોનાલ્ડને ટીમના હેડ કોચ તરીકે પસંદ કરીને ખુશી થઈ રહી છે. તે પોતાના અનુભવથી ટીમને આગળ લઈ જવા ઉત્સાહિત છે.'