ઝી મીડિયા/બ્યૂરો :આઈપીએલ (IPL 2020) ની 55 મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ને 6 વિકેટથી માત આપી છે. અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં બેંગલોરને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેણે પ્લેઓફમા પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. આ મેચ દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli) ની પત્ની  અનુષ્કા શર્મા (Anushka Sharma) આરબીસીને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં દેખાઈ હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સીઝનમા અનુષ્કા આરસીબીની તમામ મેચોમાં ટીમને ચિયર્સ કરતી દેખાઈ રહી છે. દિલ્હીની વિરુદ્ધ તે પણ મેદાનમાં જોવા મળી હતી. અનુષ્કાએ આ દરમિયાન વ્હાઈટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેમાં તે બહુ જ સુંદર લાગતી હતી. આ ડ્રેસમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જેને કારણે તે સુંદર અંદાજમાં ફ્લોન્ટ કરી રહી હતી. 



અનુષ્કાની વ્હાઈટ ડ્રેસમાં તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ પણ તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે. 


આ પહેલીવાર નથી કે, જ્યારે અનુષ્કા તેના લૂકને કારણે વાયરલ થઈ રહી હોય. આ સીઝનમાં અનેકવાર અનુષ્કા મેદાનમાં પોતાના લૂકને કારણે ચર્ચામાં રહી છે. 



ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરનાર બેંગલોરની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 4 વિકેટના નુકસાન પર લક્ષ્યાંક મેળવ્યું હતું અને મેચમાં પોતાનું સ્થાન ટોપ-2માં બનાવી લીધું. વિરાટ કહોલીએ આ મેચમાં 24 બોલ પર 29 રનની પારી કરી હતી.