નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ટીમન પૂર્વ વાઇસ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન બ્રેડ હેડિન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મા વાપસી કરવા જઈ રહ્યો છે. વર્ષ 2015મા વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમનો સભ્ય રહેલ હેડિન આ વખતે ખેલાડી નહીં, પરંતુ સહાયક કોચની ભૂમિકામાં જોવા મળશે. 


સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે બ્રેડ હેડિનને ટીમનો સહાયક કોચ નિયુક્ત કર્યો છે. બ્રેડ હેડિન ઈંગ્લેન્ડની ટીમના કોચ ટ્રેવર બેલિસની સહાયકની ભૂમિકામાં હશે, જેઓ હાલમાં હૈદરાબાદની સાથે મુખ્ય કોચ તરીકે જોડાયા છે. જ્યાં ટ્રેવર બેલિસે ટોમ મૂડીને રિપ્લેસ કર્યાં છે, તો બ્રેડ હેડિને સિમન હેલમોટનું સ્થાન લીધુ છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર