નવી દિલ્હી: આઈપીએલ 2021 ની (IPL 2021) 10 મી મેચમાં આરસીબીએ કેકેઆરને (RCB vs KKR) 38 રનથી હરાવ્યું. આ મેચના સ્ટાર્સ એબી ડી વિલિયર્સ (AB de Villiers) અને ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) હતા. ડી વિલિયર્સ અને મેક્સવેલે શાનદાર અડધી સદી ફટકારીને આરસીબીને (RCB) મોટો સ્કોર સુધી પહોંચાડી. આ દરમિયાન, ડી વિલિયર્સે મેક્સવેલ અંગે મોટો ખુલાસો કર્યો છે.


ડીવિલિયર્સ પર ગુસ્સે થયો હતો મેક્સવેલ
કેકેઆર સામે મેક્સવેલની સાથે મેચમાં વિજેતા ભાગીદારી નોંધાવનારા એબી ડી વિલિયર્સે (AB de Villiers) કહ્યું હતું કે એક સમયે મેક્સવેલ (Glenn Maxwell) તેના પર ગુસ્સે થયો હતા. મેચ બાદ યુઝવેન્દ્ર ચહલ સાથે વાત કરતાં તેણે કહ્યું કે, 'જ્યારે હું ક્રિઝ પર આવ્યો ત્યારે મને સમજાયું કે ગ્લેન મેક્સવેલ ખૂબ થાકી ગયો છે. તેણે મને કહ્યું કે તે વધુ ચલાવવા માંગતો નથી. મેં આવતાની સાથે જ બે અને ત્રણ રન દોડીને શરૂઆત કરી. તેથી તે એક સમયે મારા પર ખૂબ ગુસ્સે હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube