Team India નું મોટું ટેન્શન દૂર થયું, રવિન્દ્ર જાડેજા જેવો જ વધુ એક મેચ વિનર ખેલાડી મળી ગયો
આઈપીએલમાંથી અનેક ઉભરતા સિતારાઓ નીકળ્યા છે. આ બધા વચ્ચે ભારતને આ વર્ષે એક નવો ઓલરાઉન્ડર પણ મળવા જઈ રહ્યો છે.
નવી દિલ્હી: ભારતની વર્લ્ડ ફેમસ ક્રિકેટ લીગ આઈપીએલ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આઈપીએલમાંથી અનેક ઉભરતા સિતારાઓ નીકળ્યા છે. આ બધા વચ્ચે ભારતને આ વર્ષે એક નવો ઓલરાઉન્ડર પણ મળવા જઈ રહ્યો છે. જે આવનારા સમયમાં ભારતીય ટીમમાં સામેલ થઈ શકે છે.
ભારતને મળ્યો નવો સિતારો
આઈપીએલ 2021થી ભારતને નવો ઓલરાઉન્ડર મળવા જઈ રહ્યો છે. જે ખુબ નીડર થઈને રમે છે અને તેણે તેની બેટિંગ ક્ષમતાથી પણ બધાને પ્રભાવિત કર્યા છે. જમ્મુ અને કાશ્મીરથી આવેલા ઓલરાઉન્ડર અબ્દુલ સમદે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા સારી રમતનું પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીની પ્રશંસા તો દિગ્ગજો કરી રહ્યા છે. અબ્દુલ સમદ આ વખતે આઈપીલમાં ઈન્ટરનેશનલ ક્રિકેટના સારા બોલર્સની બોલિંગમાં લાંબા લાંબા છગ્ગા મારતો જોવા મળ્યો. એટલું જ નહીં સમદ પોતાની બોલિંગથી પણ કમાલ કરી દેખાડવાનો દમ ધરાવે છે.
રવિન્દ્ર જાડેજા જેટલો છે દમ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પોતાના બેટ, બોલ અને ફિલ્ડિંગથી કમાલ કરે છે. સમદ પણ કઈક આવો જ કમાલ કરાની ક્ષમતા ધરાવે છે. જો કે આઈપીએલમાં તે મોટી ઈનિંગ રમાવામાં નિષ્ફળ રહ્યો છે. પરંતુ જો તેના સ્ટ્રાઈક રેટની વાત કરીએ તો તે બધાને ખાસ પ્રભાવિત કરનારો રહ્યો છે. તે બોલિંગમાં પણ તે સારું એવું રન રોકવાનું કામ કરી રહ્યો છે. છેલ્લી ઓવરોમાં પોતાની દમદાર બેટિંગથી તેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
આંકડા પૂરે છે સાક્ષી
અબ્દુલ સમદ જમ્મુ અને કાશ્મીર તરફથી ફર્સ્ટ ક્લાસ મેચ રમે છે જેમાં તેણે પોતાના સારા પ્રદર્શનની મદદથી આઈપીએલની ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદમાં જગ્યા બનાવી. આઈપીએલમાં તેનો હાલનો રેકોર્ડ એટલો સારો નથી રહ્યો પરંતુ ફર્સ્ટ ક્લાસ કરિયરમાં તેણે 36 ટી20 મેચો રમી છે જેમા 29 ઈનિંગમાં 144.22 ની સ્ટ્રાઈક રેટથી 574 રન બનાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube