નવી દિલ્હીઃ આઈપીએલ 2021ના બીજા ફેઝની શરૂઆત યૂએઈમાં થઈ ગઈ છે. મહત્વનું છે કે આ મોટી ટૂર્નામેન્ટને લઈને હંમેશા સવાલ ઉઠતા રહ્યા છે કે તેમાં ઘણી મેચ ફિક્સ થાય છે. અનેક ખેલાડી અને ટીમો ફિક્સિંગમાં દોષી સાબિત થયા બાદ તેના પર પ્રતિબંધ લાગી ચુક્યા છે. હાલ આઈપીએલ સીઝનમાં પણ હવે મેચ ફિક્સિંગને લઈને એક ખેલાડીની તપાસ થઈ રહી છે. આ ખેલાડી પંજાબ કિંગ્સનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફસાય શકે છે ખેલાડી
બીસીસીઆઈ ક્રિકેટમાં ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરેન્સની નીતિ રાખે છે. શબ્બીર હુસૈન શેખાદામ ખંડવાવાલાની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર વિરોધી એકમ એટલે કે BCCI-ACU આ સમયે યૂએઈમાં રમાઈ રહેલી આઈપીએલ પર નજર રાખી રહી છે. આ વચ્ચે પંજાબ કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર દીપક હુડ્ડાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટે મોટી બબાલ ઉભી કરી છે અને હવે બીસીસીઆઈ તેની ઉપર મેચ ફિક્સિંગની તપાસ કરવાનું છે. 


IPL માં ફરી કોરોનાની એન્ટ્રી, સનરાઇઝર્સનો ફાસ્ટ બોલર પોઝિટિવ  


આ પોસ્ટથી શરૂ થયો વિવાદ
હકીકતમાં પંજાબ કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર દીપક હુડ્ડાએ મંગળવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ શરૂ થતાં પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે પંજાબ કિંગ્સની જર્સી અને હેલ્મેટ પહેર્યુ હતું. તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું- 'Here we go again'. તેની આ પોસ્ટથી લગભગ સ્પષ્ટ થઈ ગયું કે તે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ રમી રહ્યો છે. ત્યારબાદ તેના ઉપર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube