નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સની (Rajasthan Royals) મૂશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. આ ટીમનો વધુ એક પ્લેયર આઇપીએલ 2021 ના (IPL 2021) બીજા ફેઝથી બહાર થઈ શકે છે કેમ કે, ગત સોમવારના તેને ગંભીર ઈજા પહોંચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિવિન્ગસ્ટોન ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ઇંગ્લેન્ડનો તોફાની બેટ્સમેન લિયામ લિવિન્ગસ્ટોન (Liam Livingstone) કાઉન્ટી ચેમ્પિયનશિપના (County Championship) ડિવિઝન વન (Division 1) મેચ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને દુ:ખાવાને કારણે રડવા લાગ્યો હતો.


આ પણ વાંચો:- ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો આઠમો મેડલ, શૂટિંગમાં સિંઘરાજ અધનાએ જીત્યો બ્રોન્ઝ


બાઉન્ડ્રી પાસે બની ઘટના
લંકાશાયર અને વાર્વિકશાયરની (Lancashire vs Warwickshire) વચ્ચે મેચમાં લિયામ લિવિન્ગસ્ટોન (Liam Livingstone) ફિલ્ડિંગ દરમિયાન બાઉન્ડ્રી તરફ ફાસ્ટ દોડ્યો અને ચોકો રોકવાનો પ્રયત્ન કરવામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.


ટીમ ઈન્ડિયાની મોટી મુસીબત ટળી, વિરાટનો સૌથી મોટો દુશ્મન ચોથી ટેસ્ટમાંથી થયો આઉટ!


લિવિન્ગસ્ટોનનું રમવુ મુશ્કેલ
આવી હાલતમાં લિયામ લિવિન્ગસ્ટોનનું (Liam Livingstone) આઇપીએલ 2021 (IPL 2021) રમવુ મુશ્કેલ લાગી રહ્યું છે. તે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) માટે મોટો ઝટકો છે કેમ કે, લિયામ સારા ફોર્મમાં હતો અને યુએઈમાં શાનદાર પ્રદર્શન કરી શકતો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube