IPL 2021: વાનખેડેમાં ધોનીની ટીમને મળી જીત, રાજસ્થાનનો 45 રને કારમો પરાજય
આઈપીએલની 12મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કરી રાજસ્થાન રોયલ્સને પરાજય આપ્યો છે. ધોનીની ટીમને આ સીઝનમાં બીજો વિજય મળ્યો છે.
મુંબઈઃ IPL 2021 CSK vs RR: ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) શાનદાર પ્રદર્શન કરતા અહીં વાનખેડે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની 12મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) ને 45 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. આ જીત સાથે ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. તો રાજસ્થાન રોયલ્સનો આ ત્રીજી મેચમાં બીજો પરાજય છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 143 રન બનાવી શકી હતી. ચેન્નઈ માટે કેપ્ટન તરીકે ધોનીને આજે 200મી મેચ હતી, જેમાં માહીને જીતની ભેટ મળી છે.
રાજસ્થાનની ઈનિંગ, મનન, સંજૂ, મિલર ફ્લોપ
ઈનિંગની શરૂઆત કરવા જોસ બટલર સાથે મનન વોહરા મેદાન પર ઉતર્યા. મનન વોહરા 14 રન બનાવી સેમ કરનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સેમ કરને કેપ્ટન સંજૂ સેમસનને આઉટ કરી ચેન્નઈને મોટી સફળતા અપાવી હતી. સંજૂ 1 રન બનાવી બ્રાવોના હાથે કેચઆઉટ થયો હતો. જોસ બલટર 49 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો હતો. આજ ઓવરના અંતિમ બોલ પર જાડેજાએ શિવમ દુબે (17) ને lbw આઉટ કર્યો હતો.
આ પણ વાંચોઃ એમએસ ધોનીએ રચ્યો ઇતિહાસ, CSK તરફથી બનાવ્યો આ મોટો રેકોર્ડ
મોઇન અલીએ બે ઓવરમાં ઝડપી ત્રણ વિકેટ
ધોનીએ 10મી ઓવર બાદ મોઇન અલીને બોલ આપ્યો હતો. મોઇન અલીએ પાછલી મેચના હીરો ડેવિડ મિલરને આઉટ કરી રાજસ્થાનને પાંચમો ઝટકો આપ્યો હતો. ત્યારબાદની ઓવરમાં અલીએ પહેલા રિયાન પરાગ (0) અને ક્રિસ મોરિસ (0)ને આઉટ કરી રાજસ્થાનની જીતનીવ આશા પર પાણી ફેરવી દીધુ હતું. જયદેવ ઉનડકટ 17 બોલમાં 24 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો.
ચેન્નઈની ઈનિંગનો રોમાંચ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈની ટીમને પ્રથમ ઝટકો રિતુરાજ ગાયકવાડના રૂપમાં લાગ્યો જે 13 બોલમાં 10 રન બનાવી મુસ્તફિઝુકર રહમાનનો શિકાર બન્યો હતો. બીજી સફળતા રાજસ્થાનને ફાફ ડુ પ્લેસિસના રૂપમાં મળી જે 17 બોલમાં 33 રન બનાવી ક્રિસ મોરિસની ઓવરમાં રિયાન પરાગના હાથે કેચ આઉટ થયો હતો. ત્રીજી વિકેટના રૂપમાં મોઇન અલી 20 બોલમાં 26 રન બનાવી તેવતિયાના હાથે આઉટ થયો હતો.
રાજસ્થાનને ચોથી સફળતા અંબાતી રાયડૂના મળી જે 17 બોલમાં ત્રણ છગ્ગા સાથે 27 રન બનાવી આઉટ થયો હતો. પાંચમી સફળતા રાજસ્થાનને રૈનાના રૂપમાં મળી જે તેવતિયાની ઓવરમાં મોરિસના હાથે આઉટ થયો હતો. સકારિયાએ એમએસ ધોનીને આઉટ કર્યો હતો. ધોની 18 રન બનાવી આઉટ થયો હતો. ક્રિસ મોરિસે સાતમી વિકેટના રૂપમમાં જાડેજાને પેવેલિયન મોકલ્યો જેણે 8 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ IPL 2021: AB de Villiers નો મોટો ખુલાસો, આ વાતથી તેના પર ગુસ્સે હતો Glenn Maxwell
8મી સફળતા રાજસ્થાનને સેમ કરનના રૂપમાં મળી જે 12 રન બનાવી આઉટ થયો હતો. શાર્દુલ ઠાકુર 1 રન બનાવી રનઆઉટ થયો હતો. ડ્વેન બ્રાવોએ 8 બોલમાં અણનમ 20 રન બનાવી ટીમનો સ્કોર 180ને પાર પહોંચાડ્યો હતો.
રાજસ્થાન તરફથી ચેતન સાકરિયાએ ફરી શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 36 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય ક્રિસ મોરિસને પણ બે વિકેટ મળી હતી. આ સિવાય મુસ્તફિઝુર અને રાહુલ તેવતિયાને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube