નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકારે વીકેન્ડ (શનિવાર અને રવિવાર) ના લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. સાથે રાજ્ય ભરમાં નાઇટ કર્ફ્યૂની પણ જાહેરાત કરવામાં આવી છે. શનિવાર અને રવિવારે એક રીતે મુંબઈ જેવા શહેર લૉકડાઉન જેવી સ્થિતિનો સામનો કરવો પડશે. તેવામાં પ્રથમ સવાલ મનમાં આવે છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની મેચો પર તેની અસર પડશે, જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલની ઘણી ટીમોએ મુંબઈમાં મેચ રમવાની છે. તેવામાં ટીમ હોટલથી સ્ટેડિયમ અને સ્ટેડિયમથી હોટલની યાત્રા કઈ રીતે કરશે, તેના પર પણ સવાલ ઉઠી રહ્યાં છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કહ્યુ કે, કર્ફ્યૂથી મેચોની યજમાની પ્રભાવિત થશે નહીં. એએનઆઈ સાથે વાત કરતા, બીસીસીઆઈના ઘટનાક્રમ વિશે સૂત્રોને કહ્યું કે, કારણ કે ટીમો એક બબલમાં છે અને તે બસોમાં યાત્રા કરશે જે બબલનો ભાગ છે તો તેમાં કોઈ સમસ્યા નથી. 


આ પણ વાંચોઃ IPLની એક ટ્રોફી માટે લડશે 8 ટીમ, જાણો આ વખતે કઈ ટીમ જીતી શકે છે કપ


બીસીસીઆઈ સૂત્રએ કહ્યું, 'જુઓ, ન માત્ર ટીમો પરંતુ બસો અને ડ્રાઇવરો અને બાકી બધુ જૈવ-સુરક્ષિત બબલની અંદર છે. તેથી મેચના દિવસોમાં સ્ટેડિયમની યાત્રા કરવામાં કોઈ સમસ્યા હશે નહીં. યૂએઈમાં પાછલા વર્ષની જેમ ટીમની આસપાસ કામ કરનારના પણ નિયમિત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. કર્ફ્યૂથી સ્ટેડિયમ સુધી આવવા-જવામાં મુશ્કેલી પડશે નહીં.' બીસીસીઆઈ આઈપીએલ પહેલા ખેલાડીઓના રસીકરણનું પણ વિચારી રહ્યું છે. ત્યાં સુધી કે બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યુ કે, બોર્ડે ખેલાડીઓના વેક્સિનેશન માટે સ્વાસ્થ્ય મંત્રાલયનો સંપર્ક કરશે. 


રાજીવ શુક્લાએ કહ્યુ છે, આ કોરોના વાયરસ વૃદ્ધિનો સામનો કરવા માટે મને લાગે છે કે રસીકરણ કરવું એકમાત્ર ઉપાય છે. બીસીસીઆઈ તે બધા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે કે ખેલાડીઓને વેક્સિન આપવી જોઈએ. કોઈને ખ્યાલ નથી કે કોરોના વાયરસ ક્યારે સમાપ્ત થશે અને તમે તેની સમય મર્યાદા પણ કહી શકો નહીં. તેથી મને લાગે છે કે હવે તેના વિશે વિચારવું પડશે. ખેલાડીઓ માટે પણ રસીકરણ કરવું જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube