નવી દિલ્હી: ગત સીઝનમાં રનર્સ અપ રહેલી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમે આઇપીએલ 2021 ની (IPL 2021) પોતાની પહેલી મેચમાં સીએસકેને (CSK) 7 વિકેટે હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. આ દરમિયાન દિલ્હીની ટીમના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઉમેશ યાદવે (Umesh Yadav) આ વીડિયોમાં જોરદાર કેચ પકડ્યો છે.


હવામાં ઉડ્યો ઉમેશ
દિલ્હી કેપિટલ્સએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં દિલ્હીના ખેલાડીઓ પોતાની બે ટીમો બનાવી પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. આ દરમિયાન, અજિંક્ય રહાણે (Ajinkya Rahane), ઉમેશ યાદવના (Umesh Yadav) એક બોલ પર શોટ રમે છે, આ બોલ હવામાં ઉછાળે છે અને ઉમેશ તેને પકડવા કૂદે છે અને એક હાથે તે શાનદાર કેચ પકડે છે. ઉમેશ યાદવના (Umesh Yadav) આ કેચથી સોશિયલ મીડિયા પર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube