IPL 2021: 20 વર્ષની ઉંમરમાં સદી ફટકારી આ ખેલાડીએ રચ્યો ઇતિહાસ, આ સ્ટાર ખેલાડીને છોડ્યો પાછળ
આઈપીએલ 2021 (IPL 2021) ની 16 મી મેચમાં આરસીબી અને રાજસ્થાન (RCB vs RR) વચ્ચેની મેચમાં વિરાટ કોહલીની (Virat Kohli) સેનાએ 10 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો
નવી દિલ્હી: આઈપીએલ 2021 (IPL 2021) ની 16 મી મેચમાં આરસીબી અને રાજસ્થાન (RCB vs RR) વચ્ચેની મેચમાં વિરાટ કોહલીની (Virat Kohli) સેનાએ 10 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો.
દેવદત્ત પડિક્કલે રચ્યો ઇતિહાસ
બેંગ્લોરના યુવા બેટ્સમેન દેવદત્ત પડિક્કલે (Devdutt Padikkal) રાજસ્થાન રોયલ્સ સામે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. 20 વર્ષના આ બેટ્સમેને જોરશોરથી બેટિંગ કરતા 52 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 101 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ દરમિયાન, પડિક્કલે ઘણા ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube