નવી દિલ્હીઃ આઈપીએલ 2021 (IPL 2021) ના બીજા ફેઝ માટે રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) ન્યૂઝીલેન્ડના વિકેટકીપર-બેટ્સમેન ગ્લેન ફિલિપ્સ (Glenn Phillips) ને જોસ બટલરના સ્થાન પર સામેલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતા બનવાનો છે બટલર
ઈંગ્લેન્ડનો વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર (Jos Buttler) બીજીવાર પિતા બનવા જઈ રહ્યો છે, તેથી તે આઈપીએલ-2021ની બાકીની સીઝનમાં રમશે નહીં. રાજસ્થાન રોયલ્સે સત્તાવાર જાહેરાત કરી છે. 


19 સપ્ટેમ્બરથી UAE માં હશે ફિલિપ્સ
ગ્લેન ફિલિપ્સ (Glenn Phillips) આ સમયે કેરેબિટન પ્રીમિયર લીગ  (CPL) માં બારબાડોસ રોયલ્સનો ભાગ છે, જેની શરૂઆત આગામી સપ્તાહથી થવાની છે. ફિલિપ્સ 19 સપ્ટેમ્બર સુધી યૂએઈ પહોંચી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાઈ જશે. 


દેશમાં તાલિબાનના કબજાથી ખુબ પરેશાન છે રાશિદ ખાન, આ રીતે પોતાને રાખે છે વ્યસ્ત


કોલિન મુનરોને પાછળ છોડ્યો
ગ્લેન ફિલિપ્સ કોલિન મુનરોને પાછળ છોડતા ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. આ સિવાય ટી20માં તેના નામે 3 અન્ય સદી છે. 2 સદી તેણે ઓકલેન્ડ તરફથી રમતા અને એક સદી તેણે જમૈકા ટલાવાઝ તરફથી રમતા ફટકારી હતી. 


ટી20 સ્પેશિયાલિસ્ટ છે ફિલિપ્સ
ટી20 આંતરરાષ્ટ્રીયમાં ગ્લેન ફિલિપ્સના નામે 149.70ની સ્ટ્રાઇક રેટથી 506 રન છે. તે એક ટોપ ઓર્ડર ખેલાડી છે. બટલરે ખસી જતા રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો પડ્યો છે. આ સિવાય આઈપીએલ દરમિયાન રાજસ્થાનને જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સની પણ સેવા મળવાની નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube