Video: મેદાન વચ્ચે એકબીજા સાથે ટકરાયા બે ક્રિકેટર, માહોલમાં આ રીતે પેદા થઈ ગરમી
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને મુંબઇ ઇન્ડિયન્સ (MI) ની વચ્ચે ગુરૂવારના રમાયેલી IPL મેચમાં મેદાન વચ્ચે બે ખેલાડીઓ ટકરાયા હતા. જેના કારણે અચાનક મેચના માહોલમાં ગરમી પેદા થઈ ગઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા જે મેદાન પર ઘમો શાંત રહે છે
દુબઈ: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને મુંબઇ ઇન્ડિયન્સ (MI) ની વચ્ચે ગુરૂવારના રમાયેલી IPL મેચમાં મેદાન વચ્ચે બે ખેલાડીઓ ટકરાયા હતા. જેના કારણે અચાનક મેચના માહોલમાં ગરમી પેદા થઈ ગઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા જે મેદાન પર ઘમો શાંત રહે છે, તેણે મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેન સાથે ટકરાતા જોવા મળ્યો હતો.
એકબીજા સાથે ટકરાયા પોલાર્ડ-પ્રસિદ્ધ કૃષ્ણા
મુંબઇ ઇન્ડિયન્સની બેટિંગ દરમિયાન 16 મી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણા બોલિંગ કરી રહ્યો હતો અને સ્ટ્રાઈક પર મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેન કીરોન પોલાર્ડ હતો. ઓવરના ચોથા બોલ પર કીરોન પોલાર્ડે હલ્કા હાથે શોર્ટ માર્યો અને બોલ સિદ્ધો પ્રસિદ્ધ કૃષ્ણાની પાસે પાછો આવ્યો. એવામાં પ્રસિદ્ધ કૃષ્ણાએ તરત બોલને કલેક્ટ કર્યો અને કીરોન પોલાર્ડ તરફ ફેંકવા માટે દોડ્યો.
KKR vs MI: કોલકત્તાનો 7 વિકેટે ધમાકેદાર વિજય, મુંબઈને હરાવી પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી
મેદાનમાં પેદા થઈ ગરમી
પ્રસિદ્ધ કૃષ્ણાની આ હરકત પર પોલાર્ડ વિકેટથી હટી ગયો, પરંતુ પ્રસિદ્ધ કૃષ્ણાના હાથમાંથી બોલ છટકી ગયો. પ્રસિદ્ધ કૃષ્ણા તેમ છતાં પોલાર્ડ તરફ આગળ વધતો રહ્યો અને તેને ડરાવવાનો પ્રયત્ન કરતો જોવા મળ્યો. પ્રસિદ્ધ કૃષ્ણાની આ હરકત પર જોઈ પોલાર્ડ નારાજ જોવા મળ્યો અને ઓવર પૂર્ણ થયા બાદ પ્રસિદ્ધ કૃષ્ણાને કંઈક કહેતો જોવા મળ્યો હતો. પોલાર્ડ વધારે ગુસ્સામાં હતો, જે તેના તહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પ્રસિદ્ધ કૃષ્ણા તેના પર રિએક્ટ કર્યા વગર ત્યાંથી નીકળી ગયો.
Sachin Tendulkar ની લાડલીનો સેક્સી લૂક જોઈ બોલીવુડમાં ચર્ચા! કઈ ફિલ્મમાં આવી રહી છે સારા?
કોલકાતાના બેટ્સમેનોએ વરસાવ્યા ચોકા-છક્કા
કેકેઆરને પહેલો ઝટકો બુમરાહએ ગિલને આઉટ કરીને આપ્યો, ગિલએ નવ બોલમાં એક ફોર અને એક સિક્સની મદદથી 13 રન બનાવ્યા હતા. ગિલના આઉટ થયા બાદ અય્યર અને ત્રિપાઠીએ જોરદાર બેટિંગ કરી અને ટીમની જીત સુનિશ્ચિત કરી. ત્રિપાઠીએ 42 બોલમાં આઠ ફોર અને ત્રણ સિક્સની મદદથી 74 રનની ઇનિંગ રમી, જ્યારે અય્યરે ત્રીસ બોલમાં ચાર ફોર અને ત્રણ સિક્સની મદદથી 53 રનની ઇનિંગ રમી. અય્યરના આઉટ થયા બાદ કેપ્ટન ઇયોન મોર્ગન બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ તે વધું સમય ટકી શક્યો નહીં અને સાત રન બનાવી આઉટ થઇ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube