IPL 2021: આઈપીએલમાં કોરોનાની એન્ટ્રી, KKRના આ બેટ્સમેનનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
આઈપીએલની 14મી સીઝનનો પ્રારંભ 9 એપ્રિલે થવાનો છે. કોલકત્તાએ પોતાની પ્રથમ મેચ 11 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમવાની છે. એક અહેવાલ અનુસાર નીતીશ રાણા મુંબઈમાં હોટલમાં ક્વોરન્ટાઇન છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) શરૂ થવામાં એક સપ્તાહનો સમય બાકી છે. પરંતુ ટૂર્નામેન્ટ પહેલા કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) ના બેટ્સમેન નીતીશ રાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૂત્રો અનુસાર તે ગોવામાં રજા માણી ટીમ સાથે જોડાયો હતો. બે દિવસ પહેલા તે પોઝિટિવ થયો છે. પરંતુ બીસીસીઆઈ અને કેકેઆરે તેની પુષ્ટિ કરી નથી.
આઈપીએલની 14મી સીઝનનો પ્રારંભ 9 એપ્રિલે થવાનો છે. કોલકત્તાએ પોતાની પ્રથમ મેચ 11 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમવાની છે. એક અહેવાલ અનુસાર નીતીશ રાણા મુંબઈમાં હોટલમાં ક્વોરન્ટાઇન છે. તેને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો છે. નીતીશ રાણાએ આઈપીએલ 2020ની 14 મેચમાં 254 રન બનાવ્યા હતા. રાણાએ આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી 60 મેચ રમી છે અને 1437 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 135.56ની રહી છે.
આ પણ વાંચોઃ IPL 2021: આ ત્રણ યુવા ખેલાડીઓ આઈપીએલમાં ધૂમ મચાવવા તૈયાર
હાલમાં રાણાએ વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. તેણે દિલ્હી તરફથી રમતા 7 મેચોમાં 398 રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં રાણાએ એક સદી અને એક અડધી સદી ફટકારી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube