નવી દિલ્હી: આઇપીએલ 2021 ની (IPL 2021) 25 મી મેચમાં આજે સાંજે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને (DC vs KKR) 7 વિકેટથી કરારી માત આપી છે. આ મેચમાં કેકેઆરએ દિલ્હીના 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને આરામથી દિલ્હીએ 3 વિકેટ ગુમાવી હાંસલ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેકેઆરની સામે પૃથ્વી શોની શાનદાર બેટિંગ
આ મેચમાં લક્ષ્યનો પીછો કરવા આવેલી દિલ્હીની ટીમના તેમના ઓપનર શિખર ધવન અને પૃથ્વી શોએ શાનદાર શરૂઆત કરી હતી. આ બંનેએ પહેલી વિકેટ માટે 132 રન બનાવ્યા હતા. શોએ 41 બોલમાં 82 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 11 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી હતી. ધવને પણ 46 રનની ઇનિંગ રમી હતી. દિલ્હીએ આરામથી 16.3 ઓવરોમાં 3 વિકેટ ગુમાવી આ મેચ જીતી હતી.


આ પણ વાંચો:- IPL 2021: એક ઓવરમાં ફટકાર્યા 6 ચોગ્ગા, પૃથ્વી શોએ ઉઠાવ્યા શિવમ માવીના હોશ


કેકેઆરએ બનાવ્યા 154 રન
દિલ્હી સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી કેકેઆરની ટીમે 6 વિકેટ ગુમાવ્યા બાદ 154 રન બનાવ્યા હતા. કેકેઆરના પહેલા ઓપનર શુબમન ગિલે 43 રન બનાવ્યા. આ પછી આન્દ્રે રસેલે અણનમ 45 રન બનાવ્યા. દિલ્હીને જીતવા માટે 155 રનની જરૂર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube