નવી દિલ્હી: સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો ક્રિકેટર મનીષ પાંડે (Manish Pandey) ફરી એક વખત ફ્લોપ સાબિત થયો છે. પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે રમાયેલી આઇપીએલ 2021 (IPL 2021) મેચમાં તેનું બેટ શાંત રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીનષ પાંડેએ કર્યા નિરાશ
શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ (Sharjah Cricket Stadium) માં પંજાબ અને હૈદરાબાદ (PBKS vs SRH) માં રમાયેલી મેચમાં મનીષ પાંડે (Manish Pandey) ચોથા નંબરે ઉતર્યા હતા. તે 13 બોલમાં માત્ર 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રવિ બિશ્નોઈ (Ravi Bishnoi) એ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.


સતત ફ્લોપ થઈ રહ્યો છે મનીષ
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે 22 સપ્ટેમ્બરે રમાયેલી IPL મેચમાં મનીષ પાંડે (Manish Pandey) માત્ર 17 રન બનાવી આઉટ થયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) તેને વારંવાર તક આપે છે પરંતુ તે પોતાનું પ્રદર્શન સુધારી શકતો નથી.


IPL 2021 DC vs RR: સેમસનનો પ્રયત્ન નિષ્ફળ, રાજસ્થાનને હરાવી ટોપ પર દિલ્હી


આ સીઝનમાં મનીષનું પર્ફોર્મન્સ
મનીષ પાંડે (Manish Pandey) એ આઈપીએલ 2021 (IPL 2021) ની 7 મેચમાં 37.16 ની સાધારણ સરેરાશ અને 114.35 ની સ્ટ્રાઈક રેટ પર 223 રન બનાવ્યા હતા. જોકે તેણે આ સિઝનમાં 2 અર્ધ સદી ફટકારી છે, પરંતુ તેની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને નૈયા પાર કરવામાં નિષ્ફળ રહી છે.


T20 WC થી પણ કપાયું પત્તુ
મનીષ પાંડેનું ટીમ ઇન્ડિયા (Team India) તરફથી પત્તુ પહેલેથી જ કાપી નાખવામાં આવ્યું છે અને હવે આઈપીએલ (IPL) માં આ ખેલાડીની કારકિર્દી પણ સમાપ્ત થવાની આરે છે. ઉલ્લેખનીય છે કે, મનીષને ICC ટી20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube