નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ ઓપનર હાલના સમયમાં વિશ્વનો બેસ્ટ ઓપનિંગ બેટર છે. આ વાતમાં કોઈ બે મત નથી કે રોહિત પોતાના દમ પર મેચની તસવીર બદલી શકે છે. પરંતુ હવે ધીમે-ધીમે રોહિતની ઉંમર વધી રહી છે અને તે આવનારા કેટલાક વર્ષોમાં ક્રિકેટને અલવિદા કહી શકે છે. તેવામાં સૌથી મોટો સવાલ તે રહેશે કે રોહિતની જગ્યા ક્યો ખેલાડી હશે જે તેનું સ્થાન લઈ શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેટ્સમેન સંભાળશે ઓપનિંગની જવાબદારી
મહત્વનું છે કે રોહિત શર્મા આ સમયે 34 વર્ષનો છે અને આ ઉંમર બાદ થોડા વર્ષોમાં મોટાભાગના ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેતા હોય છે. તેવામાં રોહિતની જગ્યાએ ટીમ ઈન્ડિયાને નવા બેટરની જરૂર પડશે. આ જવાબદારી પૃથ્વી શો સંભાળી શકે છે. શોએ બેટથી જે સનસની ફેલાવી છે તેનો અવાજ વિશ્વએ સાંભળ્યો છે. માત્ર 21 વર્ષનો આ બેટર ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય છે. હાલમાં તેની બેટિંગે દરેકનું દિલ જીતી લીધું છે.


આ પણ વાંચોઃ છેલ્લી ઘડીએ હારેલી બાજીને જીતમાં ફેરવવા મેચ ફિનિશર MS Dhoni એ અપનાવ્યો આ પ્લાન


આઈપીએલમાં પૃથ્વીની ધમાલ
પૃથ્વી શોએ આ આઈપીએલની સીઝનમાં ધમાલ મચાવી છે. શોએ આ સીઝનમાં અનેક આક્રમક ઈનિંગ રમી છે. તેણે શિખર ધવનની સાથે મળી પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સને સારી શરૂઆત અપાવી છે. શોએ આ વર્ષે 14 મેચમાં 461 રન ફટકાર્યા છે. તેણે ક્વોલિફાયર-1માં ચેન્નઈ વિરુદ્ધ માત્ર 27 બોલમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ આ મેચમાં દિલ્હીએ હારનો સામનો કરવો પડ્યો હતો. 


રોહિતની ગેરહાજરીમાં કરી શકે છે ઓપનિંગ
પૃથ્વી શો રોહિત શર્માની ગેરહાજરીમાં હંમેશા ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગની જવાબદારી સંભાળે છે. આ વર્ષની શરૂાતમાં જ્યારે શોને ખરાબ પ્રદર્શનને કારણે બહાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં રનનો વરસાદ કરી ટીમમાં વાપસી કરી હતી. ક્રિકેટના મોટા-મોટા દિગ્ગજ તે માને છે કે શોના પુસ્તકમાં તે દરેક શોટ છે જે તેને દુનિયાનો સૌથી વિસ્ફોટક ઓપનર બનવા માટે પ્રેરિત કરે છે. 


આ પણ વાંચોઃ 'MS Dhoni નામ નથી ઈમોશન છે' ધોનીને રમતો જોઈને આ બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, Video વાયરલ


અન્ડર-19 ટીમને અપાવ્યો હતો વિશ્વકપ
પૃથ્વી શોની આગેવાનીમાં ભારત એકવાર અન્ડર-19 વિશ્વકપનું ટાઇટલ જીતી ચુક્યુ છે. ભારતના યુવા સિતારાઓએ જ્યારે 2018ના અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો તે ટીમનો કેપ્ટન શો હતો. શુભમન ગિલ અને શિવમ માવી જેવા સિતારા તે સમયે ટીમમાં હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube