શારજાહ: વિરાટ કોહલી (Virat Kohli) એ સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વિરુદ્ધ પોતાની IPL કેપ્ટનશીપની છેલ્લી મેચ રમી હતી. વિરાટ કોહલી પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યો છે કે તે આ આઈપીએલ સીઝન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડી દેશે. પોતાની કેપ્ટનશીપ હેઠળની આ  છેલ્લી મેચમાં વિરાટ કોહલીનું હ્રદયભગ્ન થઈ ગયું. એક ખેલાડી એવો હતો જે આ મેચમાં કોહલીનો દુશ્મન સાબિત થયો અને જતા જતા પણ વિરાટ  કોહલીને દર્દ આપતો ગયો. સોમવારે  IPL 2021 ના એલિમિનેટર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વિરુદ્ધ 4 વિકેટથી હારીને ફાઈનલની દોડમાંથી બહાર થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલી માટે દુશ્મન બન્યો આ  ખેલાડી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની આ હાર સાથે જ આઈપીએલ ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના સ્પિનર સુનિલ નરેન કોહલી માટે સૌથી મોટો દુશ્મન સાબિત થયો. સુનિલ નરેને બોલ અને બેટ બંનેથી જબરદસ્ત પ્રદર્શન કરીને બેંગ્લોરની હાર નિશ્ચિત કરી દીધી. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રમશે. જેને પહેલી ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 


Good News! હવે ફક્ત 634 રૂપિયામાં ઘરે બેઠા મળશે LPG સિલિન્ડર, ખાસ જાણો કેવી રીતે


કોહલીને જતા જતા દર્દ આપતો ગયો આ ખેલાડી
સુનિલ નરેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)  વિરુદ્ધ બોલિંગમાં કહેર મચાવતા 4 ઓવરમાં 21 રન આપીને 4 વિકેટ લઈ લીધી. સુનિલ નરેનની બોલિંગના કારણે જ બેંગ્લોર 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 138 રનનો સામાન્ય સ્કોર કરી શકી. સુનિલ નરેને બેટથી પણ હાહાકાર મચાવતા માત્ર 15 બોલમાં 26 રન ઠોકી દીધા. તેણે પોતાની આ તોફાની ઈનિંગમાં 3 બોલમાં સતત 3 છગ્ગા ફટકાર્યા. આ સાથે જ નરેન પહેલો એવો ખેલાડી બની ગયો છે જેણે આઈપીએલ ઈનિંગના પહેલા ત્રણ બોલમાં ત્રણ છગ્ગા માર્યા. સુનિલ નરેનને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો. 


કોહલીએ કેપ્ટન તરીકે છેલ્લી મેચ રમી
વિરાટ કોહલી 7 વર્ષથી RCB નો કેપ્ટન છે. પરંતુ તેની કેપ્ટનશીપ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની ટીમ એક પણ આઈપીએલ ખિતાબ જીતી શકી નહીં. ટ્રોફી જીતવાનું સપનું તૂટ્યા બાદ વિરાટ કોહલીનું કહેવું છે કે તે જ્યાં સુધી આ આઈપીએલમાં રમશે ત્યાં સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ સાથે જોડાયેલા રહેશે. 


PIB Fact Check: દેશમાં ફરીથી Lockdown લાગશે? દિવાળી સુધી ટ્રેનો બંધ થશે? વિગતવાર વાંચો અહેવાલ 


કોહલીની કેપ્ટનશીપ હેઠળ એક પણ ખિતાબ નહીં
અત્રે જણાવવાનું કે દુનિયાના બેસ્ટ બેટ્સમેનમાં સામેલ વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે ટી20 વર્લ્ડ કપ 2021  બાદ તે ભારતીય ટી20 ટીમની કેપ્ટનશીપ છોડી દેશે અને 19 સપ્ટેમ્બર 2021ના રોજ તેણે આઈપીએલ 2021 બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. કેપ્ટન તરીકે 2021 આઈપીએલ તેની છેલ્લી સીઝન હતી. વિરાટ સાત વર્ષથી આરસીબીનો કેપ્ટન છે. પરંતુ તેની કેપ્ટનશીપ હેઠળ આ ફ્રેન્ચાઈઝી ટીમ એક પણ આઈપીએલ ખિતાબ જીતી શકી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube