IPL 2021 Schedule: 8 ટીમો છ શહેરમાં રમશે 56 મેચ, 6 પોઈન્ટમાં સમજો આ વખતે શું છે ખાસ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021ના સત્રનું આયોજન 9 એપ્રિલથી 30 મે સુધી થશે. આ લીગનું આયોજન ભારતમાં થશે અને તેના મુકાબલા અમદાવાદ, બેંગલુરૂ, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકત્તામાં આયોજીત કરવામાં આવશે.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) 2021ની સીઝનનું આયોજન નવ એપ્રિલથી 30 મે સુધી દેશના છ શહેરોમાં થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રવિવારે એક નિવેદન જાહેર કરી તેની જાણકારી આપી છે.
પ્રથમ મેચ મુંબઈ વિરુદ્ધ બેંગલોર
આઈપીએલ-14નો પ્રથમ મુકાબલો નવ એપ્રિલે ચેન્નઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિન્યસ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે.
અહીં રમાશે ફાઇનલ
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 30 મેએ આઈપીએલનો ફાઇનલ મુકાબલો રમાશે. અમદાવાદમાં જ પ્લેઓફના મુકાબલા રમાશે.
આઈપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ જોવા માટે ક્લિક કરો
ભારતમાં રમાશે ટૂર્નામેન્ટ, આ છે સ્થળ
ટૂર્નામેન્ટ ભારતમાં રમાશે અને મુકાબલા અમદાવાદ, બેંગલુરૂ, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકત્તામાં રમાશે. કોરોના વાયરસને કારણે આઈપીએલ 2020નું આયોજન સંયુક્ત અરબ અમીરાતમાં થયું હતું.
કોઈપણ ટીમને ઘરેલૂ મેદાન નથી
આઈપીએલ લીગના 56 મુકાબલામાં ચેન્નઈ, મુંબઈ, કોલકત્તા અને બેંગલુરૂમાં 110-10 મેચનું આયોજન થશે, જ્યારે અમદાવાદ અને દિલ્હી 8-8 મેચની યજમાની કરશે. આ વખતે કોઈ ટીમને ઘરેલૂ મેદાન મળશે નહીં.
11 ડબલ હેડર
આઈપીએલમાં 11 ડબલ હેડર્સ મુકાબલા હશે, જ્યાં છ ટીમ બપોરમાં ત્રણ મેચ અને બે ટીમો બપોરે બે મેચ રમશે. બપોરના મુકાબલા 3.30 કલાકે અને સાંજની મેચ 7.30 કલાકે શરૂ થશે.
શરૂઆતમાં દર્શકોની એન્ટ્રી નહીં
આઈપીએલના શરૂઆતી મુકાબલાનું આયોજન દર્શકોની ગેરહાજરીમાં થશે અને ટૂર્નામેન્ટમાં દર્શકોને સામેલ કરવાનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું, આઈપીએલની 14મી સીઝનની તમામ મેચ તટસ્થ સ્થળો પર રમાશે. કોઈપણ ટીમનું ઘરેલૂ મેદાન હશે નહીં. બધી ટીમો લીગ ચબક્કામાં છમાંથી ચાર સ્થળ પર રમશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube