IPl 2022માં અનસોલ્ડ રહેનાર આ ઘાતક ખેલાડીની અચાનક થઈ એન્ટ્રી, જીતી ચૂક્યો છે વર્લ્ડકપ
કોલકાતા નાઈટ રાઈડર્સે ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સના સ્થાને ઓસ્ટ્રેલિયાના વિશ્વકપ વિજેતા ટીમના કેપ્ટન એરોન ફિંચને આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
નવી દિલ્હી: આઈપીએલ રસિયાઓ માટે ખુશખબર છે. આઈપીએલ 2022ની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. દુનિયાની સૌથી મોટી લીગ 26 માર્ચથી ભારતમાં જ શરૂ થઈ રહી છે. આઈપીએલ શરૂ થયા પહેલા મેગા ઓક્શન ફેબ્રુઆરી મહીનામાં પુરી થઈ. ઓક્શનમાં તમામ 10 ટીમોએ દુનિયાભરના ખેલાડીઓ પર કરોડો રૂપિયાની બોલી લગાવી હતી. પરંતુ ઘણા દિગ્ગજ ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યા નહોતા. જોકે હવે આઈપીએલ મેગા ઓક્શનમાં અન્સોલ્ડ રહેનાર એક ખેલાડીની ટૂર્નામેન્ટમાં એન્ટ્રી થવા જઈ રહી છે.
પાછો ફર્યો આ ખેલાડી
કોલકાતા નાઈટ રાઈડર્સે ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સના સ્થાને ઓસ્ટ્રેલિયાના વિશ્વકપ વિજેતા ટીમના કેપ્ટન એરોન ફિંચને આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે પોતાની ટીમમાં સામેલ કર્યા છે. કેકેઆરની ટીમે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, 'હેલ્સે બાયો-બબલનો હવાલો આપીને 26 માર્ચથી શરૂ થતી IPLમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો'.
શરૂઆચી મેચોમાં નહીં રમે ફિંચ
ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાન પ્રવાસે હોવાના કારણે ફિંચ પણ આઈપીએલની શરૂઆતી મેચોમાં રમશે નહીં. બે વખત ચેમ્પિયન બનેલી કેકેઆરની ટીમને પોતાની પહેલી મેચ 26 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ વિરુદ્ધ રમવાની છે. ફિંચને હત મહિને યોજાયેલ આઈપીએલ મેગા ઓક્શનમાં કોઈ ટીમે ખરીદ્યો નહોતો. પરંતુ પાછળથી કેકેઆરની ટીમને તેમની બેસ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમ સાથે જોડ્યો છે.
ઓસ્ટ્રેલિયન ટીમને જીતાડ્યો હતો વર્લ્ડકપ
ઓસ્ટ્રેલિયાના ટી20 વિશ્વકર વિજેતા ટીમના કેપ્ટન ફિંચ અત્યાર સુધી 88 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બે સદી અને 15 અડધી સદીની મદદથી 2686 રન બનાવી ચૂક્યા છે. આઈપીએલમાં તેમણે 87 મેચ રમી છે. ફિંચ હંમેશાં વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે અને તેઓ લાંબી લાંબી સિક્સર મારવા માટે ફેમસ છે. જ્યારે તેઓ પોતાની લયમાં હોય ત્યારે કોઈ પણ બોલરની ધજ્જિયાં ઉડાવી શકે છે. તેમ છતાં આઈપીએલ મેગા ઓક્શનમાં તેમને કોઈ ખરીદનાર મળ્યું નહોતું. ફિંચે અત્યાર સુધી આઈપીએલ કરિયરમાં કુલ 87 મેચ રમી છે, જેમાં તેમણે 127.7 સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને કુલ 2005 રન બનાવ્યા છે, જેમાં 14 અડધી સદીનો સમાવેશ થાય છે.