નવી દિલ્હીઃ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે શુક્રવારે કહ્યું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 26 માર્ચથી શરૂ થશે અને 29 મે સુધી ચાલશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે શુક્રવારે એક બેઠકમાં તે પણ કહ્યું કે, 15મી સીઝનમાં હવાઈ યાત્રાથી બચવા માટે એક બાયો-બબલ વાતાવરણમાં ટૂર્નામેન્ટ રમાશે. આ સાથે આઈપીએલ 2022 માટે ગ્રુપની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં રમાશે ટૂર્નામેન્ટ
આઈપીએલ 2022ની 70 લીડ મેચ મુંબઈ અને પુણેમાં ચાર સ્ટેડિયમમાં રમાશે. જેમાં વાનખેડે સ્ટેડિયમ, ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં 20-20 મેચ રમાશે, જ્યારે બ્રેબોર્ન સ્ટેડિયમ, એમસીએ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પુણેમાં 15-15 મેચ રમાશે. પ્લેઓફના સ્થળની જાહેરાત બાદમાં કરવામાં આવશે. તમામ ટીમ વાનખેડે સ્ટેડિયમ અને ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં ચાર-ચાર મેચ રમશે. જ્યારે બ્રેબોર્ન સ્ટેડિયમ અને એમસીએમાં ત્રણ-ત્રણ મેચ રમશે. આ વખતે કુલ 10 ટીમ ટૂર્નામેન્ટમાં ઉતરશે. 


IPL માં CSK ની ટીમમાં રમી ચૂકેલો ધોનીનો આ દોસ્ત હવે ઘર ચલાવવા બની ગયો બસ ડ્રાઈવર!


આ રીતે બન્યા બે ગ્રુપ
ગ્રુપ એમાં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામેલ છે. ગ્રુપ બીમાં ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube