નવી દિલ્લીઃ કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી દુનિયાભરમાં જનજીવનને માઠી અસર પહોંચી છે. માત્ર સામાન્ય લોકો જ નહીં રમત જગત અને ફિલ્મ-સિનેમા સહિતના વિવિધ સેક્ટર અને વેપાર છતાંને પણ કોરોનાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે ક્રિકેટ જગતના ખેલ મહાકુંભ સમાન આઈપીએલ ટુર્નામેન્ટને પણ હવે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે આઈપીએલ બહાર રમાડવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ કોરોનાના વધતા સંક્રમણમને જોતા ભારતમાં આઈપીએલ રમાય તેવી શક્યતાઓ નહીંવત છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાઈરસ સંક્રમણની પ્રથમ અને બીજી લહેરની અસર આઈપીએલના આયોજન પર પડી હતી અને 2020માં આઈપીએલને યૂએઈમાં આયોજિત કરવામાં આવી હતી. જ્યારે 2021માં અડધી સિઝન ભારત અને અડધી યુએઈમાં થઈ હતી. ભારતમાં કોરોના વાઈરસ (Corona virus)ના કેસો સતત વધી રહ્યા છે અને તેની અસર દેશમાં રમતના આયોજનો પર જોવા મળી રહી છે. ખાસ રીતે ક્રિકેટ ટૂર્નામેન્ટ તેની ઝપેટમાં આવતું જોવા મળી રહ્યું છે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને સૌથી મોટી ચિંતા આઈપીએલ(IPL)ના આયોજનની છે. સતત બે સિઝનમાં તેને યુએઈમાં આયોજિત કર્યા બાદ શું ફરી એક વખત આઈપીએલને દેશની બહાર લઈ જવી પડશે? 

આઈપીએલનું મેગા ઓક્શન પણ મોટો પડકારઃ
BCCIની સામે ટૂર્નામેન્ટ પહેલા મેગા ઓક્શનના આયોજનનો પડકાર છે અને સૌથી પહેલા બોર્ડનું ધ્યાન તેની પર છે. મેગા ઓક્શનનું આયોજન ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં કરવાની આશા છે. 
એક અહેવાલ મુજબ BCCIની સામે ટૂર્નામેન્ટ પહેલા મેગા ઓક્શનના આયોજનનો પડકાર છે અને સૌથી પહેલા બોર્ડનું ધ્યાન તેની પર છે. મેગા ઓક્શનનું આયોજન ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં કરવાની આશા છે.

BCCI ની ઈચ્છા છે આઈપીએલ ભારતમાં જ થાયઃ
BCCIના સુત્રએ જણાવ્યું કે બોર્ડ દેશમાં જ આઈપીએલનું આયોજન ઈચ્છે છે પણ જરૂર પડવા પર તમામ વિકલ્પ ખુલ્લા છે. અહેવાલ મુજબ અમે તમામ વિકલ્પ શોધી રહ્યા છે અને તેમાં વિદેશમાં આયોજન પણ એક છે પણ અમારૂ ધ્યાન દેશમાં જ આઈપીએલના આયોજન પર છે. હાલમાં અમારી પ્રાથમિકતા હરાજી છે. અમે ઝડપી જ નિર્ણય લઈશું. 

બે વર્ષથી દેશની બહાર કરવી પડે છે ટુર્નામેન્ટ:
2020માં પ્રથમવખત કોરોના સંક્રમણના કારણે બીસીસીઆઈને યુએઈમાં આઈપીએલનું આયોજન કરવું પડ્યું હતું. ત્યારબાદ 2021માં ભારતમાં ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી પણ બીજી લહેરના પ્રકોપના કારણે અડધી સિઝન યુએઈમાં રમાઈ હતી. 

કોરોનાના કારણે પહેલા જ બીસીસીઆઈ મોટી ટૂર્નામેન્ટ ટાળવાનો નિર્ણય લઈ ચૂક્યુ છે. આ મહિનાની 13 તારીખથી દેશના પ્રમુખ ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની શરૂઆત થવાની હતી પણ સંક્રમણમાં વધારો થયા બાદ બોર્ડે રણજી સહિત 3 ટૂર્નામેન્ટોને ટાળવાનો નિર્ણય કર્યો હતો.