નવી દિલ્હી: આગામી વર્ષે 10 ટીમો સાથે  IPL 2022 નો અલગ જ અંદાજ જોવા મળશે.  IPL માં આ વખતે 10 ટીમો ભાગ લેશે અને કુલ 74 મેચ રમાશે. બીસીસીઆઈના સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે 2 એપ્રિલ સંભવિત તારીખ છે જ્યારે IPL 2022 ટુર્નામેન્ટ શરૂ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2022 ફાઈનલ આ દિવસે રમાશે!
ક્રિકબઝના જણાવ્યાં મુજબ એ વાત પર સહમતિ થઈ ગઈ છે કે IPL 2022 60 દિવસ કરતા પણ વધુ દિવસ સુધી ચાલશે. જૂનના પહેલા સપ્તાહમાં ફાઈનલ મેચ કરાવવાની વાત થઈ રહી છે. જેની સંભવિત તારીખ 4 કે 5 જૂન છે. આ દરમિયાન તમામ ટીમો 14-14 મેચ રમશે. જેમાંથી 7 મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર અને 7 મેચ વિપક્ષી ટીમના મેદાન પર રમશે. 


આખી સીઝન ભારતમાં જ રમાશે
જો કે હાલ BCCI એ ઓફિશિયલ શિડ્યૂલ જાહેર કર્યું નથી.  IPL 2022 ને લઈને એટલા માટે પણ ઉત્સાહ છે કારણ કે આ વખતે સમગ્ર IPL સીઝનનું આયોજન ભારતમાં જ થશે. BCCI ના સચિવ જય શાહ હાલમાં જ એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે  IPL 2022 ની સીઝન ભારતમાં જ રમાશે. 


Video: જેની આશંકા હતી એ જ થઈ રહ્યું છે! લાંબુ ખેંચાશે ખેડૂત આંદોલન, જાણો કઈ રીતે 


મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે હોઈ શકે છે પહેલી મેચ
 IPL 2022ની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવવાની સંભાવના છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ મહેન્દ્રસિંહ ધોનની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપરકિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને ફાઈનલમાં હરાવીને ખિતાબ પર કબજો કર્યો હતો. 


india vs new zealand: ટીમ ઈન્ડિયા માટે મોટો બોજ છે આ ખેલાડી? ગૌતમ ગંભીરના એક નિવેદનથી ખળભળાટ


બે વર્ષથી UAE માં રમાય છે IPL
અત્રે જણાવવાનું કે ગત બે વર્ષથી આઈપીએલનું આયોજન ભારતની જગ્યાએ યુએઈમાં થઈ રહ્યું છે. IPL 2020 ની આખી સીઝન કોરોનાના કારણે યુએઈમાં થઈ હતી. જ્યારે આ વર્ષે આઈપીએલ 2021નો બીજો ફેઝ યુએઈમાં આયોજિત થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube