IPL 2022 Closing Ceremony: આઇપીએલ સીઝન 15 ની ફાઇનલ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે રમાશે. આ મેચ પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થશે. છેલ્લે 2019 ની આઇપીએલમાં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થયું હતું. આવો તમને જણાવીએ કે સેરેમનીનું આયોજન થયું હતું. આવો તમને જણાવીએ કે આ સેરેમની કેટલા વાગે શરૂ થશે કયા કયા બોલીવુડ સ્ટાર્સ તેમાં ભાગ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 વર્ષ બાદ આઇપીએલની ક્લોઝિંગ સેરેમની
ફેન્સને ફાઇનલ મેચની ધમાલ સાથે આઇપીએલની ક્લોઝિંગ સેરેમનીની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. આઇપીએલમાં 3 સીઝન બાદ ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થવા જઇ રહી છે. કોરોના મહામરીના લીધે 3 સીઝનમાં તેનું આયોજન થઇ શક્યું ન હતું. મીડીયા રિપોર્ટ્સ અનુસાર ક્લોઝિંગ સેરેમની 45 મિનિટ થશે. તો બીજી તરફ ફાઇનલ મેચનો સમય 17:30 થી વધારીને 20:00 વાગ્યાનો કરી દીધો છે અને ટોસ 7:30 વાગે થશે.  


આ બોલીવુડ સ્ટાર્સ લેશે ભાગ
આ ક્લોઝિંગ સેરેમનીમાં બોલીવુડના ઘણા દિગ્ગજ સ્ટાર્સ પણ લેશે. તેમાં અભિનેતા રણવીર સિંઘ અને સંગીતકાર એ આર રહેમાનનું નામ સામેલ છે. આ બંને સ્ટાર્સ ક્લોઝિંગ સેરેમનીમાં જાદૂ પાથરવા માટે તૈયાર છે. બોલીવુડ અભિનેત્રી પણ આ સેરેમનીમાં પરફોર્મ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આમિર ખાન પણ પોતાની નવી ફિલ્મના ટ્રેલરના લોન્ચ માટે સમારોહમાં ભાગ લેશે. 


આઇપીએલ 2022 ફાઇનલ મેચ મેચમાં બીસીસીઆઇના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સામેલ થશે, જેમાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી, રાજીવ શુક્લા, સચિવ જય શાહ, આઇપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલ સહિત અન્ય સામેલ થશે. મેચમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારી અને રાજ્યના કેટલીક રજાકીય હસ્તીઓ પણ સામેલ થઇ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube