મુંબઈઃ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી છે. ટીમ સતત ચાર મેચ ગુમાવી ચુકી છે. હવે ચેન્નઈ સુપર કિંગ્સને વધુ એક ઝટકો લાગી શકે છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચાહર આઈપીએલની આખી સીઝનમાંથી બહાર થઈ શકે છે. મહત્વનું છે કે ઈજાને કારણે ચાહર આઈપીએલની શરૂઆતી મેચ રમી શક્યો નથી. તે ઈજામાંથી સાજો થવા એનસીએમાં રિહેબમાં હતો. આ દરમિયાન તેને પોતાની પીઠમાં ઈજા થઈ છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી આશા હતી કે દીપક ચાહર આઈપીએલના બીજા ભાગમાં ટીમમાં સામેલ થઈ જશે, પરંતુ હવે આ શક્યતા નહિવત છે. આ વર્ષે 20 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કોલકત્તામાં રમાયેલી ટી20 સિરીઝ દરમિયાન દીપકને પગમાં ઈજા થઈ હતી. તે રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેટડમીમાં હતો. ત્યાં પગની ઈજામાંથી તે સાજો થઈ રહ્યો હતો પરંતુ હવે તેની પીઠ ઈજાગ્રસ્ત થઈ છે. 


આ પણ વાંચોઃ હાર્દિકના હેલ્મેટ પર બોલ વાગ્યો અને પછી સ્ટેડિયમમાં હાજર પત્નીની જે સ્થિતિ થઈ...


આઈપીએલના મેગા ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સે દીપક ચાહરને 14 કરોડમાં ખરીદ્યો હતો. તે આઈપીએલના ઓક્શનમાં વેચાનાર બીજો સૌથી મોંઘો ખેલાડી હતી. પાછલી સીઝનમાં પણ દીપક ચાહર ચેન્નઈની સાથે હતો. બાદમાં ટીમે મેગા ઓક્શનમાં તેના પર મોટો દાવ લગાવ્યો હતો. 


દીપકની ગેરહાજરી ચેન્નઈની ટીમ પર ભારે પડી રહી છે. ટીમની ફાસ્ટ બોલિંગ નબળી લાગી રહી છે. ટીમ પાવરપ્લેમાં વિકેટ ઝડપી શકતી નથી. આ કારણ છે કે ચેન્નઈએ સતત ચાર મેચ ગુમાવી દીધી છે. ચેન્નઈની બેટિંગ પણ ચાલી રહી નથી. હવે દીપક ચાહર જો આખી સીઝન ગુમાવશે તો ચેન્નઈ માટે આ ખરાબ સમાચાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube