IPL 2022 CSK vs RCB: આઇપીએલ સીઝન ચેન્નાઈ સુપર કિંગ્સ જીતના પાટા પર આવી ગઈ છે. તેણે મંગળવારના સીઝનની પહેલી મેચ જીતી છે. રવિન્દ્ર સિંહ જાડેજાની કેપ્ટનશીપમાં સીએસકેએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 23 રનથી હરાવી છે. મેચ હાઈસ્કોરિંગ સાથે ઘણી રોમાંચક રહી હતી. મેચમાં દિનેશ કાર્તિકની આક્રમક બેટિંગ અને જાડેજાનો શાનદરા કેચ મેચમાં ખુબ જ રોમાંચક રહ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચમાં ચેન્નાઈની ટીમે ટોસ હારી પહેલા બેટિંગ કરતા 4 વિકેટના નુકસાન પર 216 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીની ટીમે 50 રનની અંદર પોતાની 4 વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ સુયશ પ્રભુદેસાઈ અને શાહબાઝ અહગદે સારી ઇનિંગ રમી અને આરસીબીને 6 વિકેટ પર 133 રન સુધી પહોંચાડી.


જાડેજાએ બાઉન્ડ્રી પર પકડ્યો કાર્તિકનો કેચ
18 મી ઓવર ડ્વેન બ્રાલો નાખી રહ્યો હતો. તેણે બોલ લો ફુલટોસ નાખ્યો, જેના પર દિનેશ કાર્તિકે ડીપ-મિડ વિકેટ પર શાનદાર હવામાં શોટ રમ્યો, પરંતુ ત્યાં બાઉન્ડ્રી પર જાડેજા ઉભો હતો. તેણે એકદમ બાઉન્ડ્રી નજીક સરળતાથી કેચ પકડ્યો અને કાર્તિકને આઉટ કરવાની સાથે મેચમાં ચેન્નાઈની વાપસી કરાવી. કેચ પકડ્યા બાદ જાડેજાએ અલગ જ અંદાજમાં જશ્ન માનવ્યો અને જમીન પર નીચે પડી ગયો. તેનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube