મુંબઈઃ મિશેલ માર્શ (62 બોલમાં 89 રન) અને ડેવિડ વોર્નર (અણનમ 52 રન) ની મદદથી દિલ્હી કેપિટલ્સે મહત્વની મેચમાં રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે પરાજય આપી પ્લેઓફની આશા જીવંત રાખી છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 18.1 ઓવરમાં 2 વિકેટે 161 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ જીત સાથે દિલ્હીના 12 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ થઈ ગયા છે. તે ટેબલમાં પાંચમાં સ્થાને છે. તો રાજસ્થાન રોયલ્સની ટીમ 7 જીત સાથે 14 પોઈન્ટ મેળવી ટેબલમાં ત્રીજા સ્થાને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિશેલ માર્શ અને ડેવિડ વોર્નર સામે રાજસ્થાનના બોલરોની ધોલાઈ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે એસ ભરત (0)ના રૂપમાં પ્રથમ ઓવરમાં વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરે શરૂઆતમાં સંભાળીને બેટિંગ કરી અને પછી આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા. માર્શ અને વોર્નરે બીજી વિકેટ માટે 144 રનની ભાગીદારી કરી હતી. પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારતા મિશેલ માર્શે 62 બોલમાં 7 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. તો ડેવિડ વોર્નર 41 બોલમાં 5 ચોગ્ગા અને 1 સિક્સ સાથે અણનમ 52 રન બનાવ્યા હતા. પંત 4 બોલમાં 13 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.


જોશ બટલર ફેલ
આ સીઝનમાં દમદાર પ્રદર્શન કરનાર જોશ બટલર દિલ્હી સામે માત્ર 7 રન બનાવી આઉટ થયો હતો. બટલરને ચેતન સાકરિયાએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તો યશસ્વી જાયસવાલ 19 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હીએ પાવરપ્લેમાં એક વિકેટે 43 રન બનાવ્યા હતા. 


આ પણ વાંચોઃ IPL 2022: વિવાદ વચ્ચે રવિન્દ્ર જાડેજા ટૂર્નામેન્ટમાંથી બહાર, સીએસકેએ આપી માહિતી


અશ્વિનની અડધી સદી
રાજસ્થાન રોયલ્સે ત્રીજા ક્રમે બેટિંગ કરવા માટે આર અશ્વિનને મોકલ્યો હતો. અશ્વિને તેનો લાભ ઉઠાવતા આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. અશ્વિને દેવદત પડિક્કલ સાથે ત્રીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. અશ્વિન 38 બોલમાં 4 ફોર અને 2 સિક્સ સાથે 50 રન બનાવી આઉટ થયો હતો. પડિકલ 30 બોલમાં 6 ફોર અને બે સિક્સ સાથે 48 રન બનાવી નોર્ત્જેનો શિકાર બન્યો હતો.


કેપ્ટન સંજૂ સેમસન માત્ર 6 રન બનાવી નોર્ત્જેનો શિકાર બન્યો હતો. રિયાન પરાગ 9 રન બનાવી આઉટ થયો હતો. રાસી વાન ડર ડુસેન 12 રન બનાવી અને બોલ્ટ 3 રન બનાવી અણનમ રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સ તરફથી ચેતન સાકરિયા, નોર્ત્જે અને મિશેલ માર્શે બે-બે વિકેટ ઝડપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube