નવી દિલ્હી: આઇપીએલ 2022 ની 10 મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સનો સામનો ગુજરાત ટાઈટન્સ સાથે હતો. આ મેચમાં ગુજરાતે 14 રનથી જીત નોંધાવી છે. ગુજરાતે પહેલા બેટિંગ કરી દિલ્હી સામે 172 રનનો ટાર્ગેટ મુક્યો હતો. પરંતુ દિલ્હીની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 157 રન બનાવી શકી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની સતત બીજી જીત
ગુજરાતની ટીમની આ સતત બીજી જીત છે. આ મેચમાં ગુજરાતે 172 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી ઓપનર શુભમન ગિલે 46 બોલમાં 84 રનની શાનદાર ઇનિંગ રમી. ત્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 31 રન ફટકાર્યા. જવામાં દિલ્હીની ટીમ 13 રન પાછળ રહી ગઈ. દિલ્હી તરફથી માત્ર કેપ્ટન રિષભ પંતે 43 રન બનાવ્યા, બાકી કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો નથી. ત્યારે ગુજરાત તરફથી લોકી ફર્ગુસને 4 અને મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી.


બંને ટીમોએ જીતી હતી પહેલી મેચ
દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ બંને ટીમોએ તેમની પહેલી મેચ જીતી હતી. દિલ્હીએ પહેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને 4 વિકેટથી માત આપી હતી. ત્યારે ગુજરાતની ટીમે લખનઉને 5 વિકેટથી હરાવી હતી. દિલ્હીના કેપ્ટન આ વર્ષે રિષભ પંત છે, પરંતુ ગુજરાતની ટીમની કમાન ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના હાથમાં આવી છે.


દિલ્હીએ કર્યો એક ફેરફાર
આ મેચમાં ગુજરાત ટાઇટન્સે એક પણ ફેરફાર કર્યો નથી અને અગાઉની મેચની ટીમ સાથે જ મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ દિલ્હીની ટીમે આ મચેમાં એક મોટો ફેરફાર કર્યો હતો. દિલ્હીએ કમલેશ નગરકોટીને ટીમથી બહારનો રસ્તો દેખાડ્યો હતો. ત્યારે તેની જગ્યાએ તેમણે મુસ્તાફિઝુર રહમાનને ટીમમાં સામેલ કર્યો હતો. આ આઇપીએલ ઇતિહાસમાં દિલ્હી અને ગુજરાતની પહેલી મેચ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube