મુંબઈઃ દિલ્હી કેપિટલ્સે રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટે પરાજય આપ્યો છે. આઈપીએલ 2022ના બીજા મુકાબલામાં મુંબઈએ આપેલાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી માટે લલિત યાદવ અને અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરતા ટીમને જીત અપાવી હતી. લલિતે દિલ્હી માટે અણનમ 48 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈ માટે ઈશાન કિશને 81 રન ફટકાર્યા હતા. પરંતુ તેની ઈનિંગ ટીમને જીત અપાવી શકી નહીં. મુંબઈએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 177 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 18.2 ઓવરમાં 6 વિકેટના નુકસાને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ માટે પૃથ્વી શો અને ટિમ શિફર્ટે ઓપનિંગ કરતા આક્રમક શરૂઆત અપાવી હતી. પૃથ્વીએ 24 હોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા બતા. શિફર્ટ 21 રન બનાવી આઉટ થયો હતો. તેણે 14 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. મનદીપ સિંહ શૂન્ય પર આઉટ થયો હતો. 


કેપ્ટન અને વિકેટકીપર બેટર રિષભ પંત કંઈ ખાસ કરી શક્યો નહીં. તે માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. રોવમૈન પોવેલ પણ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. શાર્દુલ ઠાકુરે 11 બોલનો સામનો કરતા ચાર ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. 


આ પણ વાંચોઃ Swiss Open 2022: પીવી સિંધુએ જીત્યું સ્વિસ ઓપનનું ટાઇટલ, ફાઇનલમાં બુસાનને હરાવી  


અંતમાં લલિત યાદવ અને અક્ષર પટેલે મેચનું પાસુ પલટી દીધુ હતું. આ બંને ખેલાડીઓએ દિલ્હીને જીત અપાવી હતી. લલિતે 38 બોલમાં 48 રન બનાવ્યા હતા. તેણે ચાર ફોર અને બે સિક્સ ફટકારી હતી. જ્યારે અક્ષરે માત્ર 17 બોલમાં ત્રણ સિક્સ અને બે ફોર સાથે અણનમ 38 રન બનાવ્યા હતા. 


મુંબઈ માટે બસીલ થમ્પી અને મુર્ગન અશ્વિને શાનદાર બોલિંગ કરી હતી. બસીલે ત્રણ વિકેટ તો અશ્વિને 14 રન આપી બે વિકેટ લીધી હતી. ટાઇમલ મિલ્સે 3 ઓવરમાં 26 રન આપી એક વિકેટ લીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube