આઈપીએલ સ્પેશિયલ: આઈપીએલ 2022ની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. આ વખતે લખનઉ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ નામની બે નવી ફ્રેન્ચાઈઝી સહિત કુલ 10 ટીમ હશે. જેમની વચ્ચે કુલ 74 મેચ રમાશે. આ વખતે મહેન્દ્ર સિંહ ધોની પોતાની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને 5મી વખત ટાઈટલ જીતાડવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ આ વખતે પોતાનું ટાઈટલ બચાવી રાખવા માગશે. ધોનીના કારણે આ શક્ય પણ બની શકે છે. કેમ કે આંકડા આ વાતના સાક્ષી છે કે આઈપીએલના ઈતિહાસમાં ધોની કરતાં સારો ફિનિશર અત્યાર સુધી કોઈ થયો નથી. છેલ્લી 5 ઓવરમાં જ્યારે રન બનાવવાની વાત આવે છે અને ધોની ક્રીઝ પર હોય તો બોલરોની ધોલાઈ નંબર-1 તરીકે થવાનું નક્કી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 ઓવર પછી ધોલાઈ શરૂ કરી દે છે મહેન્દ્ર સિંહ ધોની
રેકોર્ડ્સ જોવામાં આવે તો ઈનિંગ્સની છેલ્લી 5 ઓવરમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં ધોની નંબર વન છે. આમ જોવામાં આવે તો 15મી ઓવરમાં ધોનીએ અત્યાર સુધી સૌથી વધારે 442 રન બનાવ્યા છે. 16મી ઓવરમાં આવીને રનની ગતિ વધારે તેજ બની જાય છે. આ ઓવરમાં ધોનીએ સૌથી વધારે 476 રન બનાવ્યા છે. આવો આંકડામાં જાણીએ કે ઈનિંગ્સની છેલ્લી 5 ઓવરમાં કયા બેટ્સમેને સૌથી વધારે રન ફટકાર્યા છે.


16મી ઓવરમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી
મહેન્દ્ર સિંહ ધોની - 476 રન
એબી ડિવિલિયર્સ - 447 રન
રોહિત શર્મા - 336 રન
કીરોન પોલાર્ડ - 314 રન
યુવરાજ સિંહ - 305 રન


17મી ઓવરમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી
મહેન્દ્ર સિંહ ધોની - 572 રન
કીરોન પોલાર્ડ - 445 રન
એબી ડિવિલિયર્સ - 386 રન
રોહિત શર્મા - 362 રન
દિનેશ કાર્તિક - 360 રન


18મી ઓવરમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી
મહેન્દ્ર સિંહ ધોની - 596 રન
કીરોન પોલાર્ડ - 433 રન
એબી ડિવિલિયર્સ - 406 રન
રોહિત શર્મા - 293 રન
વિરાટ કોહલી - 276 રન


19મી ઓવરમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી
મહેન્દ્ર સિંહ ધોની - 599 રન
એબી ડિવિલિયર્સ - 404 રન
કીરોન પોલાર્ડ - 362 રન
રવીન્દ્ર જાડેજા - 305 રન
હાર્દિક પંડ્યા - 273 રન


20મી ઓવરમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી
મહેન્દ્ર સિંહ ધોની - 610 રન
કીરોન પોલાર્ડ - 378 રન
રવીન્દ્ર જાડેજા - 276 રન
રોહિત શર્મા - 248 રન
હાર્દિક પંડ્યા - 273 રન


ધોનીની કેપ્ટનશીપમાં 5મું ટાઈટલ જીતવા ઉતરશે ચેન્નઈ
ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલની બીજી સૌથી સફળ ટીમ છે. ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈએ 4 વખત ટ્રોફી પર કબજો કર્યો છે. સાથે જ ચેન્નઈની ટીમ 5 વખત રનર્સ અપ પણ રહી છે. કોરોનાના કારણે છેલ્લી સિઝન યૂએઈમાં રમાઈ હતી. ત્યારે ફાઈનલમાં ચેન્નઈએ કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને ટાઈટલ જીતી લીધું હતું. આ વખતે ટીમ પાંચમી વખત ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. અત્યાર સુધી રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી વધારે પાંચ વખત ટાઈટલ જીતી શક્યું છે.


ચેન્નઈ સુપર કિંગ્સ પાસે કયા મોટા ખેલાડીઓ
આઈપીએલ 2022 સિઝન માટે ચેન્નઈની ફ્રેન્ચાઈઝીએ 4 ખેલાડીઓને રિટેઈન કર્યા. ટીમે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પર સૌથી વધારે રૂપિયા ખર્ચ કર્યા. તેને 16 કરોડ રૂપિયામાં રિટેઈન કરવામાં આવ્યો. આ સિવાય કેપ્ટન ધોનીને 12 કરોડ રૂપિયામાં રિટેઈન કર્યો છે. ધોનીએ આ સિઝનમાં જાતે જ 3 કરોડ રૂપિયાની ફીમાં ઘટાડો કર્યો છે. આ સિવાય ટીમમાં આક્રમક ખેલાડી મોઈન અલી અને ભારતીય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને 8-8 કરોડ રૂપિયામાં રિટેઈન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube