IPL 2022: ત્યાં ડૂબતી હતી ધોનીની નૈયા, બીજી બાજુ રૈના અને યુવરાજ કરી રહ્યા હતા CSKની મજાક, જુઓ VIDEO
સીએસકેની પુરી ટીમ 100 રન સુધી પણ પહોંચી શકી નહોતી અને તે સમયે આ નજારો સ્ટેડિયમમાં ઉપસ્થિત યુવરાજ સિંહ અને સુરેશ રૈના પણ જોઈ રહ્યા હતા. આ બન્ને ખેલાડીઓનો એક વીડિયો સોશિયલ મીડિયાપર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
IPL 2022 CSK vs MI: હાલ એક વીડિયો જોરદાર વાયરલ થયો છે, જેના કારણે યુવરાજ અને રૈના ટ્રોલ થઈ રહ્યા છે. આઈપીએલ 2022 હવે રોમાંચક મોડમાં પહોંચી ચૂકી છે. ત્યારે ગઈકાલે (ગુરુવાર) સીએસકે અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મુંબઈએ 5 વિકેટથી મેચ જીતી લીધી. મુંબઈની ટીમ માટે આ મેચ જીતવી સીએસકેની બેટિંગ બાદ સરળ થઈ ગઈ હતી. કારણ એવું હતું કે સીએસકેની ટીમે પહેલા બેટિંગ કરતા માત્ર 97 રન પર સમેટાઈ ગઈ હતી. સીએસકેની નૈયાને ડૂબતી જોઈને પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ અને સુરેશ રૈનાએ મેદાન પર જ મઝા લીધી હતી.
યુવરાજ રૈનાએ લીધી મઝા
સીએસકેની પુરી ટીમ 100 રન સુધી પણ પહોંચી શકી નહોતી અને તે સમયે આ નજારો સ્ટેડિયમમાં ઉપસ્થિત યુવરાજ સિંહ અને સુરેશ રૈના પણ જોઈ રહ્યા હતા. આ બન્ને ખેલાડીઓનો એક વીડિયો સોશિયલ મીડિયાપર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેવી સીએસકેની ટીમ 97 રન પર આઉટ થઈ ત્યારે યુવરાજ સુરેશ રૈનાને ટ્રોલ કરતા નજરે પડ્યા. આ બન્ને ખેલાડીઓનો વીડિયોને લોકોએ જોરદાર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જેવી સીએસકેની ટીમ નાનકડા સ્કોર પર આઉટ થાય છે, ત્યારે યુવરાજસિંહ સાથે બેઠેલા રૈનાને કહે છે કે રૈના, તમારી ટીમ આજે 97 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે, શું કહેવા માંગશો તમે. આ વાતનો જવાબ આપતા રૈનાએ જણાવ્યું, હું આ મેચમાં રમી રહ્યો નથી. તમને જણાવી દઈએ કે યુવી અને રૈના બન્ને આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર હતા અને કોઈ ફેન્સે તેમનો વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મુંબઈ વિરુદ્ધ 5 વિકેટથી મળેલી કારમી હાર બાદ સીએસકે પ્લેઓફમાંથી બહાર થઈ ચૂકી છે. મુંબઈની આ સીઝનમાં આ ત્રીજી જીત છે અને પોઈન્ટ ટેબલમાં તે 6 અંકની સાથે છેલ્લા ક્રમે છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ 9 અંકની સાથે નવમા સ્થાને છે. બન્ને ટીમોએ અત્યાર સુધી 12 મેચ રમી છે. તમને જણાવી દઈએ કે બન્ને ટીમો પહેલી વખત એક સાથે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ છે અને જેના કારણે આ વર્ષે કપ જીતી શકશે નહીં.
હિન્દી ભાષીઓ અહીં પાણી-પુરી વેચે છે, જાણો કયા રાજ્યના શિક્ષણ મંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
મુંબઈ વિરુદ્ધ સીએસકેના 7 બેટર ડબલનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા. તે દરમિયાન ડેવોનકોન્વે (0), મોઈન અલી (0), રોબિન ઉથપ્પા (1), ઋતુરાજ ગાયકવાડ (7), સિમરનજીત સિંહ (2), મહેશ તીક્ષણા (0), મુકેશ ચૌધરી (4) એ શર્મનાક પ્રદર્શન કર્યું. સીએસકેની ટીમ માટે મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધુ 36 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને 2 સિક્સરનો સમાવેશ થતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube