નવી દિલ્હીઃ આઈપીએલ 2022માં યલો આર્મીની આગેવાની કરતા હવે એમએસ ધોની જોવા મળશે નહીં. આઈપીએલ 2022ની શરૂઆત પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કમાન છોડી દીધી છે અને આ રીતે કેપ્ટનશિપના એક યુગનો અંત થઈ ગયો. ધોની આઈપીએલના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક હતો અને તેની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ ચાર વખત ચેમ્પિયન બન્યું હતું. ધોનીએ વર્ષ 2008થી લઈને 2012 સુધી એટલે કે 12 સીઝનમાં આ ટીમની કમાન સંભાળી હતી. આ વચ્ચે વર્ષ 2016 અને 2017માં ચેન્નઈ પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો, ત્યારે ધોની બીજી ટીમ તરફથી રમ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન
મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2008માં પ્રથમવાર સીએસકેની કમાન સંભાળી અને ટીમ રનર્સ-અપ રહી હતી. ત્યારબાદ વર્ષ 2009માં ચેન્નઈની ટીમ સેમીફાઇનલ સુધી પહોંચી શકી. ત્યારબાદ ચેન્નઈએ વર્ષ 2010માં આઈપીએલની ટ્રોફી જીતી હતી. ત્યારબાદ 2011માં પણ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ આ ટૂર્નામેન્ટમાં સતત બીજીવાર ચેમ્પિયન બની હતી. 


આ પણ વાંચોઃ ધોની કે રોહિત શર્મા...કમાણીના મામલામાં કિંગ કોણ? જાણો IPLના 10 કેપ્ટનની નેટવર્થ


ધોનીની આગેવાનીમાં સીએસકે સતત આગળ વધતી રહી અને વર્ષ 2012માં આ ટીમે રનર્સ-અપ રહી સંતોષ કરવો પડ્યો હતો. 2014માં ટીમ પ્લેઓફ સુધી પહોંચી શકી તો 2015માં ફરી રનર્સ-અપ રહી હતી. વર્ષ 2016 અને 2017માં ચેન્નઈ પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. ત્યારબાદ વર્ષ 2018માં સીએસકેએ ફરી વાપસી કરી અને ટ્રોફી જીતી હતી. વર્ષ 2019માં ટીમ રનર્સ-અપ રહી હતી. ત્યારબાદ 2020માં ચેન્નઈની ટીમ પ્લેઓફ સુધી પહોંચી શકી નહીં. પરંતુ 2021માં ચેન્નઈ સુપર કિંગ્સે ફરી કમાલ કર્યો અને ધોનીએ ચોથી વખત ટીમને ચેમ્પિયન બનાવી હતી. ધોનીની આગેવાનીમાં ચેન્નઈની ટીમ માત્ર એક વખત પ્લેઓફમાં પહોંચી શકી નહીં. 


આઈપીએલનો સૌથી સફળ કેપ્ટન ધોની
મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગનો સૌથી સફળ કેપ્ટન છે. આઈપીએલમાં ધોનીએ 204 મેચમાં ટીમની કમાન સંભાળી જેમાં 121 મેચમાં જીત મળી તો 82 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચનું પરિણામ આવ્યું નહીં. ધોનીની જીતની ટકાવારી 59.60 ટકા છે. 


આ પણ વાંચો- IPL 2022: રિષભ પંતની આગેવાનીમાં ધૂમ મચાવવા તૈયાર દિલ્હી કેપિટલ્સ, મજબૂત લાગી રહી છે ટીમ


ધોનીની કપ્તાનીમાં દર વર્ષે CSKનું પ્રદર્શન-


2008- રનર અપ


2009 - સેમિ-ફાઇનલ


2010- ચેમ્પિયન


2011- ચેમ્પિયન


2012- રનર અપ


2013- રનર અપ


2014 - પ્લેઓફ્સ


2015- રનર અપ


2016- પ્રતિબંધ


2017- પ્રતિબંધ


2018- ચેમ્પિયન


2019- રનર અપ


2020- લીગ સ્ટેજ


2021- ચેમ્પિયન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube