અમદાવાદઃ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે કમાલ કરતા આઈપીએલ-2022નું ટાઈટલ કબજે કરી લીધુ છે. આઈપીએલમાં પ્રથમ વખત રમી રહેલી ગુજરાત ટાઈટન્સે પોતાના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સને આઈપીએલ ફાઇનલમાં 7 વિકેટે પરાજય આપી ટ્રોફી પર કબજો કરી લીધો છે. ગુજરાતની જીતનો હીરો કેપ્ટન હાર્દિક પંડ્યા (34 રન, 3 વિકેટ) રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરી રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 130 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 3 વિકેટે 133 રન બનાવી ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવરપ્લેમાં ગુજરાત 31-2
ગુજરાત ટાઈટન્સે પ્રથમ છ ઓવરમાં 2 વિકેટે 31 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ ક્રિઝ પર છે. રિદ્ધિમાન સાહા 5 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. તો ટ્રેન્ટ બોલ્ટે મેથ્યૂ વેડ (8) ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

ગુજરાતને મળ્યો 131 રનનો ટાર્ગેટ
ગુજરાત ટાઈટન્સના બોલરોએ દમદાર પ્રદર્શન કર્યુ છે. રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 130 રન બનાવી શકી છે. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિયા સાંઈ કિશોરને બે વિકેટ મળી હતી. તો રાશિદ ખાન, શમી અને યશ દયાલને એક-એક વિકેટ મળી હતી. રાજસ્થાન તરફથી જોશ બટલરે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. 

હાર્દિક પંડ્યાનો શાનદાર સ્પેલ
ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ દમદાર પ્રદર્શન કર્યુ છે. હાર્દિકે પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપી ત્રણ વિકેટ ઝડપી છે. રાજસ્થાને 96 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી છે. 

ગુજરાતને મળી મોટી સફળતા
કેપ્ટન હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી ખતરનાક બટલરને પેવેલિયન પરત મોકલી આપ્યો છે. આ સાથે રાજસ્થાને ચોથી વિકેટ ગુમાવી છે. બટલર 35 બોલમાં 45 ચોગ્ગા સાથે 39 રન બનાવી આઉટ થયો છે. 


રાશિદને મળી વિકેટ
રાશિદ ખાને દેવદત્ત પડિક્કલને 2 રને આઉટ કરી ગુજરાતને ત્રીજી સફળતા અપાવી છે. રાજસ્થાન રોયલ્સે 12 ઓવરમાં 3 વિકેટે 79 રન બનાવ્યા છે. જોશ બટલર અને શિમરોન હેટમાયર ક્રિઝ પર છે.  


સંજૂ સેમસન આઉટ, હાર્દિકને મળી સફળતા
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાની પ્રથમ ઓવરમાં સફળતા અપાવી છે. સંજૂ સેમસન માત્ર 14 રન બનાવી આઉટ થયો છે. રાજસ્થાને 60 રન પર બે વિકેટ ગુમાવી છે. 


રાજસ્થાનને પ્રથમ ઝટકો
ગુજરાત ટાઈટન્સને યશ દયાલે પ્રથમ સફળતા અપાવી છે. યશસ્વી 16 બોલમાં 22 રન બનાવી આઉટ થયો છે. રાજસ્થાને 4 ઓવરમાં 1 વિકેટે 31 રન બનાવ્યા છે. 


3 ઓવરમાં 21 રન
પ્રથમ બેટિંગ કરી રહેલી રાજસ્થાન રોયલ્સે 3 ઓવરમાં 21 રન બનાવી લીધા છે. બટલર અને યશસ્વી બેટિંગ કરી રહ્યાં છે. 


રાજસ્થાનની બેટિંગ શરૂ
રાજસ્થાનની બેટિંગ શરૂ થઈ ગઈ છે. જોશ બટલર અને યશસ્વી જાયસવાલ ક્રિઝ પર છે. ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ બોલિંગની કમાન સંભાળી છે. 


રાજસ્થાને ટોસ જીત્યો
રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ગુજરાતની ટીમ પ્રથમ બોલિંગ કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube