IPL 2022 Final: આઈપીએલના 15 વર્ષ પૂરા થવા પર બીસીસીઆઈએ બનાવી વિશ્વની સૌથી મોટી જર્સી, ગિનીઝ બુકમાં નોંધાયો રેકોર્ડ
IPL 2022 નો ફાઇનલ જંગ રાજસ્થાન અને ગુજરાત વચ્ચે શરૂ થઈ ગયો છે. આ મેચ પહેલાં બીસીસીઆઈએ પોતાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી લીધુ છે.
અમદાવાદઃ આઈપીએલ-2022ની ફાઇનલ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ પહેલાં બીસીસીઆઈએ પોતાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી લીધું છે. આઈપીએલની 15મી સીઝનના ફાઇનલ મુકાબલા પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક વિશાળકાય જર્સીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ જર્સી દુનિયાની સૌથી મોટી જર્સી છે. ત્યારબાદ આ રેકોર્ડ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયો છે. આ જર્સી આઈપીએલના 15 વર્ષ પૂરા થવા પર બનાવવામાં આવી છે.
આ દરમિયાન ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. આ દરમિયાન સૌરવ ગાંગુલી, જય શાહ, બીસીસીઆઈના અન્ય અધિકારીઓ, અક્ષય કુમાર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હાજર રહ્યા હતા. તો બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલી, જય શાહ અને આઈપીએલ ચેરમેન બૃજેશ પટેલે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ લીધુ હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube