નવી દિલ્લીઃ અમદાવાદ: IPL 2022ની શરૂઆત પહેલાં ઘણાં લોકોએ આશા વ્યક્ત કરી હતી કે ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં સ્થાન નહીં મેળવી શકે, પરંતુ તમામ દાવાઓને ખોટા સાબિત કરીને ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન ચેમ્પિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે ફાઈનલ માટે ટકરાશે. લેગ સ્પિન રાશિદ ખાન અનુસાર ગુજરાત માટે સફળતા પહેલાં બેટિંગ અને બોલિંગની ભુમિકા સ્પષ્ટતા કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતનો તબક્કો મેચ નક્કી કરશે: રાશિદ ખાન-
રાશિદ ખાને કહ્યું કે, ''મારા માટે એ મહત્વપૂર્ણ નથી કે તમારી પાસે 11માંથી તમામ સર્વશ્રેષ્ઠ ખેલાડી હોય, હંમેશા તમામ ખેલાડી મેચમાં યોગદાન નથી આપી શકતા. ટીમને જે પ્રકારના ખેલાડીઓની આવશ્યકતા છે, તેમાં પોતાની ભુમિકા સ્પષ્ટ કરવી પડે છે. જો તમારી પાસે શરૂઆતમાં બેટિંગ કરનારા પાંચથી છ સારા ખેલાડી છે તો તમે એક સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવવામાં સક્ષમ રહેશો''. રાશિદે વધુમાં જણાવ્યું કે, ટીમમાં તમામ ખેલાડીઓએ ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલાં જ પોતાની ભુમિકા વિશે સ્પષ્ટ જણાવી દીધું હતું, જેનાથી પ્લેઇંગ ઇલેવનને મજબૂતી મળી.


ટીમના ખેલાડીઓની ભુમિકા સ્પષ્ટ: રાશિદ ખાન-
રાશિદ ખાને વધુમાં કહ્યું કે, ''ખેલાડીઓનાં મનમાં કોઈ શંકા નહોતી કે મારી ટીમમાં શું જવાબદારી હશે અને હું શું ભુમિકા નિભાવિશ. પહેલી મેચથી જ સ્પષ્ટ હતું કે જે વાસ્તવમાં બોલિંગ માટે મહત્વપૂર્ણ હતું. અમે અહીં આવીને ખૂબ ખુશ છીએ પરંતુ અમે ફાઈનલ માટે સરળ રહેશું.'' આ સીઝનમાં ગુજરાતના આંઠ ખેલાડીઓએ 'પ્લેયર ઓફ ધ મેચ'નો પુરસ્કાર જીત્યો છે, જેમાં રાશિદ ખાને એકવાર અન ડેવિડ મિલરે બેવાર પુરસ્કાર જીત્યો છે.


ફાઈનલમાં ચાલશે મિલરનો જાદુ?
મિલરે 38 બોલમાં 68 રનની ઈનિંગ્સ રમીને ગુજરાતને ફાઈનલમાં પહોંચાડવામાં મદદ કરી છે. જ્યારે ફિનિશર ઓલરાઉન્ડર રાહુલ તેવતિયા અને મોહમ્મદ શામી એ ખેલાડીઓમાંથી છે જેમણે ટીમમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રાશિદે પણ મિલના વિચારો સાથે સહમતિ દર્શાવી છે અને ટિપ્પણી કરી છેકે તમામ 11 ખેલાડી મેચ જીતવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જે વ્યક્તિગત પુરસ્કાર મેળવવા કરતા ઘણું મોટું છે.