કોલકત્તાઃ આઈપીએલ-2022ના પ્રથમ ક્વોલિફાયર મુકાબલામાં આજે ગુજરાત ટાઈટન્સની ટક્કર રાજસ્થાન રોયલ્સ સામે થવાની છે. આ મેચમાં જે ટીમ જીતશે તે સીધી ફાઇનલની ટિકિટ મેળવશે. તો હારનારી ટીમને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે. ગુજરાત પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી તો રાજસ્થાન બીજા સ્થાને હતી. એટલે કે બંને ટીમ શાનદાર લયમાં છે. લીગ સ્ટેજમાં ગુજરાતે 10 તો રાજસ્થાને 9 મુકાબલામાં જીત મેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે હાર્દિક પંડ્યા
ગુજરાત ટાઈટન્સે પોતાની અંતિમ લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત આ મેચમાં પણ પોતાની ફર્સ્ટ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતર્યુ હતું. પરંતુ ક્વોલિફાયરમાં લોકી ફર્ગ્યૂસનના સ્થાને અલ્ઝારી જોસેફની વાપસી થઈ શકે છે. તો ઓસ્ટ્રેલિયન બેટર મેથ્યૂ વેડની જગ્યા પર પણ ખતરો છે. જો તેને બહાર કરવામાં આવે તો સાઈ સુદર્શનને તક મળી શકે છે. 


ગુજરાત ટાઈટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, અલ્ઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી. 


આ પણ વાંચોઃ ક્રિકેટપ્રેમીઓ આનંદો, ZEE ને મળ્યા આ T20 લીગના મીડિયા રાઈટ્સ, જાણો વિગતવાર માહિતી


સંજૂ સેમસન ટીમમાં કરશે કોઈ ફેરફાર? 
રાજસ્થાન રોયલ્સે પોતાની અંતિમ લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ બોલિંગ કરતા માત્ર 150 રન પર રોકી દીધુ હતું. રાજસ્થાનની બોલિંગ ટૂર્નામેન્ટમાં શાનદાર રહી છે. ટ્રેન્ટ બોલ્ટ, યુજવેન્દ્ર ચહલ અને આર અશ્વિને દમદાર બોલિંગ કરી છે. પાછલી મેચમાં શિમરોન હેટમાયરની વાપસી થઈ હતી. તેવામાં રાજસ્થાન રોયલ્સની ટીમમાં કોઈ ફેરફારની શક્યતા લાગતી નથી. 


સંભવિત પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જાયસવાલ, જોસ બટલર, સંજૂ સેમસન, દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ, ઓબેદ મેકોય.


ગુજરાત અને રાજસ્થાનની ટીમ આ સીઝનમાં માત્ર એકવાર આમને સામને હતી. 14 એપ્રિલે રમાયેલી મેચમાં ગુજરાતને 37 રને જીત મળી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 192 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ માત્ર 155 રન બનાવી શકી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV