મુંબઈઃ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-2022) માં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હાર્દિક પંડ્યાએ આઈપીએલમાં એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આઈપીએલ કરિયરમાં 100 છગ્ગા પૂરા કરી લીધા છે. પંડ્યાએ આઈપીએલમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેનાથી ઝડપી કોઈ ભારતીય ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી. આ રીતે હાર્દિક પંડ્યાએ ભારત તરફથી આઈપીએલમાં ઈતિહાસ રચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પંડ્યાએ 96મી આઈપીએલ મેચની 89મી ઈનિંગમાં સિક્સની સદી પૂરી કરી છે. હાર્દિક પંડ્યાએ હૈદરાબાદ સામે સિક્સ ફટકારી તો તેના છગ્ગાની સંખ્યા ત્રણ આંકડામાં પહોંચી ગઈ. તે આઈપીએલમાં 100 કે તેનાથી વધુ સિક્સ ફટકારનાર 26મો ખેલાડી બની ગયો, પરંતુ તે સૌથી ઓછા બોલમાં 100 સિક્સ ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. તેણે આ કારનામું માત્ર 1046 બોલમાં કર્યુ છે. 


આ પણ વાંચોઃ જાડેજાની કેપ્ટનશીપ પર ઉઠ્યા સવાલ, રવિ શાસ્ત્રી કોને બનાવવા માગે છે CSK નો કેપ્ટન


ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પહેલાં રિષભ પંતે ભારત તરફથી 1224 બોલમાં 100 સિક્સ ફટકારી હતી. પરંતુ આઈપીએલમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારવાનો કમાલ આંદ્રે રસેલે કર્યો હતો, જેણે 657 બોલમાં 100 સિક્સ ફટકારી હતી. તો આ મામલામાં બીજા સ્થાને ક્રિસ ગેલનું નામ આવે છે, જેણે 943 બોલમાં આઈપીએલ ઈતિહાસની 100 સિક્સ પૂરી કરી હતી. ભારત તરફથી આ લિસ્ટમાં ત્રીજા નંબર પર હાર્દિક અને પંત બાદ યુસુફ પઠાણનું નામ છે, જેણે 1313 બોલમાં આ કમાલ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube