નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝનમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને બીસીસીઆઈ તરફથી ટૂર્નામેન્ટ રમવાની લીલી ઝંડી મળી ગઈ છે. યુએઈમાં રમાયેલા આઈસીસી ટી20 વિશ્વકપ બાદથી સતત ફિટનેસ સમસ્યાનો સામનો કરી રહેલાં આ ખેલાડીએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. આઈપીએલની આ સીઝનમાં બે નવી ટીમ અમદાવાદ અને લખનઉને ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈજાનો સામનો કરી રહેલો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બેંગલુરૂમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ માટે કરાતા યો-યો ટેસ્ટમાં સફળ રહ્યો અને તે આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળવા માટે તૈયાર છે. આઈપીએલની શરૂઆત 26 માર્ચથી થઈ રહ્યો છે. આ સત્રમાં આઈપીએલ લીગ રાઉન્ડનું આયોજન મુંબઈ અને પુણેમાં કરવામાં આવશે. 


બીસીસીઆઈએ આઈપીએલ પહેલાં કેન્દ્રીય કોન્ટ્રાક્ટ ખેલાડીઓની ફિટનેસની તપાસ કરી રહ્યું છે તથા પંડ્યાનું એનસીએમાં બે દિવસ દરમિયાનનું પ્રદર્શન ભારતીય ક્રિકેટ માટે પણ સારા સંકેત છે. 


આ પણ વાંચોઃ PAK vs AUS: કરાચીમાં બાબર આઝમની ઐતિહાસિક ઈનિંગ, પાકિસ્તાને મેચ કરાવી ડ્રો  


બીસીસીઆઈના સૂત્રોએ કહ્યુ- ફિટનેસ ટેસ્ટ તે ખેલાડીઓ માટે છે, જેણે ઈજામાંથી વાપસી કરી છે. આઈપીએલના વ્યસ્ત સત્ર પહેલા આ ફિટનેસની સામાન્ય આકરણી કરવાનું છે. તે મહત્વનો ખેલાડી છે અને તેની ફિટનેસની વર્તમાન સ્થિતિની આકરણી કરવી જરૂરી છે. 


પરંતુ જાણકારી અનુસાર એક ખેલાડી જેણે પોતાની વર્તમાન ફિટનેસથી નિરાશ કર્યા છે, તે પૃથ્વી શો છે. તે યો-યો ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો. યો-યો ક્વોલીફિકેશનનો વર્તમાન આંકડો 16.5 છે, જ્યારે જાણવા મળ્યું કે આ યુવા ઓપનર તેમાં 15નો સ્કોર કરી શક્યો હતો. શો હાલ કોન્ટ્રાક્ટ ખેલાડીઓમાં સામેલ નથી, પરંતુ તે પોતાની ફિટનેસની જાણકારી આપવા માટે એનસીએમાં હતો. સૂત્રોએ કહ્યું- આ માત્ર ફિટનેસની આકરણી છે. તેનાથી પૃથ્વી શોને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો રોકી શકાય નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube