નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) પહેલા 12 અને 13 ફેબ્રુઆરીએ મેગા ઓક્શન યોજાવાની છે. આ વર્ષે બે નવી ટીમો અમદાવાદ અને લખનઉ મેદાનમાં રમતી જોવા મળશે. તેથી આ સત્ર ખૂબ જ રોમાંચક રહેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા મોટા નામોએ આ વર્ષે વિશ્વની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. જેમાં બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જો રૂટ અને મિશેલ સ્ટાર્ક જેવા નામ સામેલ છે. તેમણે મેગા ઓક્શનમાં પોતાનું નામ સુદ્ધા આપ્યું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી20 વર્લ્ડકપ 2021માં પ્લેયર ઓફ ધ સીરિઝ રહેલા ઓસ્ટ્રેલિયન ટીમના સલામી બેટ્સમેન ડેવિડ વોર્નર અને તેમની ટીમના સાથી તથા ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહેલા મિચેલ માર્શ સહિત 49 ખેલાડીઓમાં સામેલ છે, જેમાં આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં પોતાની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે. મિચેલ સ્ટાર્ક, સેમ કુરન, બેન સ્ટોક્સ, ક્રિસ ગેલ, જોફ્રા આર્ચર અને ક્રિસ વોક્સ એવા ખેલાડીઓમાં સામેલ છે જેઓ હરાજીની શરૂઆતની યાદીમાંથી ગાયબ છે. IPL 2022 મેગા ઓક્શન માટે BCCI મોટી તૈયારી કરી રહ્યું છે અને ખેલાડીઓની બિડ આવતા મહિને બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાવાની છે. IPL 2022માં આ વખતે 8ની જગ્યાએ 10 ટીમો રમશે અને આ ટીમોએ હરાજી પહેલા જ પોતાની સાથે 33 ખેલાડીઓને જોડી દીધા છે. 



ENPNcricinfoના રિપોર્ટ અનુસાર, IPL 2022 મેગા ઓક્શનમાં આ વખતે લગભગ 1214 ખેલાડીઓની બોલી લગાવવામાં આવનાર છે. તેમાં 270 કેપ્ડ, 312 અનકેપ્ડ અને સહયોગી દેશોના 41 ખેલાડીઓનો સમાવેશ થાય છે. 1214માંથી 49 ખેલાડીઓએ તેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે. આ 49 ખેલાડીઓમાંથી 17 ભારતીય અને 32 વિદેશી ખેલાડીઓ છે. ભારતીયોમાં આર અશ્વિન, શ્રેયસ ઐયર, શિખર ધવન, ઈશાન કિશન, સુરેશ રૈના જ્યારે વિદેશીઓમાં પેટ કમિન્સ, એડમ ઝમ્પા, સ્ટીવન સ્મિથ, શાકિબ અલ હસન, માર્ક વૂડ, ટ્રેન્ટ બોલ્ટ, ફાફ ડુ પ્લેસિસ, ક્વિન્ટન ડી કોક, કાગીસો રબાડા, ડ્વેન બ્રાવોનો સમાવેશ થાય છે. આ વખતે IPL 2022 માટે ટીમોનું પર્સ 85 કરોડ રૂપિયાથી વધારીને 90 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.


રૂટે અગાઉ જાહેરાત કરી હતી કે તેણે ઈંગ્લેન્ડ અને ટેસ્ટ ક્રિકેટ માટે IPL છોડવી પડશે, પરંતુ સ્ટોક્સ, આર્ચર અને સ્ટાર્કની ગેરહાજરી આશ્ચર્યજનક છે. શુક્રવારે રાત્રે (22 જાન્યુઆરી) IPL ફ્રેન્ચાઈઝી સાથેની હરાજી માટે શેર કરવામાં આવેલી પ્રારંભિક યાદીમાં 1200 થી વધુ ખેલાડીઓના નામ છે.


ઉપલબ્ધ રહેનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મોટા નામ 
રિપોર્ટ મુજબ પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા, બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ), ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા, રૂ. 2 કરોડ), સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા, રૂ. 2 કરોડ), ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકા, રૂ. 2 કરોડ), ફાફ ડુ પ્લેસીસ (દક્ષિણ આફ્રિકા, રૂ. 2 કરોડ) અને માર્ક વુડ (ઇંગ્લેન્ડ, રૂ. 2 કરોડ). ફાસ્ટ બોલર વુડ ગયા વર્ષની હરાજીમાં નહોતો.


યાદીમાં ભારતીય ક્રિકેટના કેટલાક મોટા નામ
આ યાદીમાં ભારતીય ક્રિકેટના કેટલાક મોટા નામ સામેલ છે. જેમાં રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ ઐયર, શિખર ધવન, ઈશાન કિશન, સુરેશ રૈના, દેવદત્ત પડિકલ અને હર્ષલ પટેલનો સમાવેશ થાય છે. આ સિવાય દિનેશ કાર્તિક, ભુનેશ્વર કુમાર, અંબાતી રાયડુ, કૃણાલ પંડ્યા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, રોબિન ઉથપ્પા અને શાર્દુલ ઠાકુર પણ છે. આ તમામની બ્રેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે.



દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરોના નામ
દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગીસો રબાડા (રૂ. 2 કરોડ) અને લુંગી નગિડી (રૂ. 50 લાખ) અને માર્કો જેન્સેન (રૂ. 50 લાખ)એ પણ હરાજીમાં પોતાનું નામ આપ્યા છે. મેગા ઓક્શન બેંગ્લોરમાં યોજાશે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મેલમાં હરાજીની તારીખ અને સ્થળનો ઉલ્લેખ કર્યો નથી.


896 ભારતીય ખેલાડી અને 318 વિદેશી ખેલાડીઓ
હરાજીની યાદીમાં 1,214 નામોમાંથી 896 ભારતીય ખેલાડી અને 318 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં નેપાળ, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ જેવા સહયોગી દેશોના 270 કેપ્ડ, 903 અનકેપ્ડ અને 41 ખેલાડીઓનો સમાવેશ થાય છે. અમેરિકાના 14 ખેલાડીઓ પણ છે.


ટીમમાં સૌથી વધુ 25 ખેલાડીઓ સામેલ થઈ શકે છે 
દરેક ફ્રેન્ચાઇઝી તેની ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે. એવામાં હરાજીમાં 217 ખેલાડીઓને ખરીદવામાં આવશે. જેમાંથી 70 જેટલા વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. જો કે, તમામ ટીમો 25 ખેલાડીઓ ખરીદશે નહીં. એવામાં સંભાવના છે કે ઓછામાં ઓછા 200 જેટલા ખેલાડીઓ ખરીદવામાં આવે તેવી સંભાવના છે.