IPL 2022 LSG vs KKR: આઇપીએલ 2022 ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 14 મેચમાંથી 6 મેચમાં જીત હાંસલ કરી હતી. જ્યારે 8 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, લખનઉ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં કેકેઆરની એક ચૂક આખી ટીમને ભારે પડી છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે એક કેચ છોડી મોટી કિંમત ચુકવી છે. જેના કારણે IPL 2022 ની સીઝનમાંથી ટીમ બહાર થઈ ગઈ છે. કેકેઆરે માત્ર 2 રનના નજીવા સ્કોરથી હારનો સામનો કરવો પડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઇપીએલ 2022 ની આ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કુલ 12 પોઈન્ટ હતા. તેમ છતાં તે પ્લેઓફમાં જગ્યા બનાવી શક્યું નથી. બુધવારના સુપર જાયન્ટ્સ સામે કેકેઆરની એક ચૂક તેમને ખુબ જ ભારે પડી છે. કેકેઆરે લખનઉ સુપર જાયન્ટ્સના બેટ્સમેન ક્વિન્ટન ડિ કોકનો કેચ ડ્રોપ કર્યો હતો. લખનઉની ઇનિંગની ત્રીજી ઓવરમાં ઉમેશ યાદવના બોલ પર અભિજીત તોમરે ક્વિન્ટન ડિ કોકનો કેચ છોડ્યો હતો.


શું દયાબેન બાદ હવે તારક મહેતા શાને અલવિદા કહી રહ્યા છે તારક? પ્રોડ્યુસરે કર્યો મોટો ખુલાસો


ક્વિન્ટન ડિ કોકનો જ્યારે કેચ છૂટ્યો ત્યારે તે 12 રન પર બેટિંગ કરી રહ્યો હતો. ક્વિન્ટન ડિ કોકે મળેલા આ જીવનદાનનો ફાયદો ઉઠાવી 70 બોલમાં 140 રન ફટાકર્યા હતા. ક્વિન્ટન ડિ કોકની આ તોફાની ઇનિંગમાં 10 ફોર અને 10 સિક્સ સામેલ છે. ક્વિન્ટન ડિ કોકની આ તોફાની બેટિંગના દમ પર લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ જીત માટે ટાર્ગેટથી માત્ર બે રન દૂર રહી.


IPL 2022: આઈપીએલમાં ધમાલ મચાવી રહ્યા છે આ 5 ભારતીય ખેલાડી, આફ્રિકા સામે સિરીઝમાં મળી શકે છે તક


મેચ બાદ ક્વિન્ટન ડિ કોકે કહ્યું, મને સારું લાગ્યું કે, મેં નાબાદ સદી ફટકારી, સાથે દુ:ખ આ વાતનું પણ છે કે આ સદી શરૂઆતમાં ફટકારવામાં ફટકારવી જોઈતી હતી. જે આઇપીએલ ખતમ થતા પહેલા મારવાની હતી. જ્યારે હું બેટિંગ કરવા ઉતર્યો તો મેં એક લાંબી ઇનિંગ રમવાનો સંકલ્પ લીધો, જે સાચો પડ્યો. ત્રીજી ઓવરમાં મને એક જીવનદાન મળ્યું. સાથે જ 12 મી ઓવર સુધી ટીમનો સ્કોર ઘણો ઓછો હતો, પરંતુ મેં અને રાહુલે જે રીતે સ્કોરને આગળ વધાર્યો છે, તે ટીમ માટે ફાયદાકારક રહ્યો છે.
(આઇએએનએસ ઇનપુટ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube