નવી દિલ્હીઃ આઈપીએલ 2022ના મેગા ઓક્શન પહેલા અમદાવાદે પોતાના ત્રણ ખેલાડીઓની પસંદગી કરી લીધી છે. તો લખનઉ આઈપીએલ ફ્રેન્ચાઇઝીએ આગામી સીઝન માટે કેએલ રાહુલ સહિત ત્રણ ખેલાડીઓની પસંદગી કરી છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોયનિસ અને અનકેપ્ડ ભારતીય લેગ સ્પિનર રવિ બિશ્નોઈનું નામ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈએસપીએનક્રિકઇન્ફો પ્રમાણે લખનઉ ફ્રેન્ચાઇઝી 60 કરોડ રૂપિયાના પર્સની સાથે ફેબ્રુઆરીમાં હરાજીમાં જશે. ટીમે રાહુલને 15 કરોડ, માર્કસ સ્ટોયનિસને 11 કરોડ અને બિશ્નોઈને 4 કરોડ રૂપિયા આપી પોતાની સાથે સામેલ કર્યા છે. 


કેએલ રાહુલ બનશે ટીમનો કેપ્ટન
29 વર્ષીય રાહુલ લખનઉ દ્વારા પસંદ કરાયેલ પ્રથમ ખેલાડી છે. તે ટીમની કમાન પણ સંભાળશે. ઓક્ટોબરમાં સંજીવ ગોયનકાના આરપી ગ્રુપે 7 હજાર 90 કરોડ રૂપિયામાં લખનઉની ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. 2018થી રાહુલ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા બેટરોમાંથી એક રહ્યો છે. છેલ્લી બે સીઝનમાં તેણે પંજાબની કમાન સંભાળી હતી. પરંતુ 2021ની સીઝન બાદ પંજાબે તેને રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. 


BCCI એ વિરાટ કોહલીની કેપ્ટનશીપને કરી સલામ! 14 શાનદાર જીતને કરી યાદ


રવિ બિશ્નોઈને મળી બીજી આઈપીએલ ટીમ
રવિ બિશ્નોઈએ વર્ષ 2020માં સાઉથ આફ્રિકામાં રમાયેલા અન્ડર-19 વિશ્વકપમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. તે ટૂર્નામેન્ટમાં બિશ્નોઈ સર્વાધિક વિકેટ લેનાર બોલર હતો. ત્યારબાદ આઈપીએલ હરાજીમાં પંજાબ કિંગ્સે તેને મોટી રકમ આપી પોતાની સાથે સામેલ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube