નવી દિલ્હી: આઇપીએલની સીઝન 15 આ મહિનાની 26 તારીખથી શરૂ થવા માટે એકદમ તૈયાર છે. આઇપીએલ 2022 એકદમ ધમાકેદાર થવાની છે કારણ કે તેમાં 8 ની જગ્યા આ વર્ષે 10 ટીમો ભાગ લેવાની છે. તો બીજી તરફ આ વર્ષે આઇપીએલમાં એક એવા ખેલાડીની વાપસી પણ થઇ રહી છે જેને જોવા માટે ફેન્સની આંખો તરસી ગઇ હતી. આ ખેલાડી પુરા 11 વર્ષ બાદ આ લીગમાં વાપસી કરવા માટે એકદમ તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 વર્ષ બાદ આઇપીએલમાં ઉતરશે ખેલાડી
જી હા, આ વાત એકદમ સાચી છે કે આઇપીએલમાં એક ખેલાડીની વાપસી એક દાયકા બાદ થઇ રહી છે. આ ખેલાડી બીજો કોઇ નહી પરંતુ ઓસ્ટ્રેલિયાના ઘાતક વિકેટકીપર બેટ્સમેન મૈથ્યૂ વેડ છે. વેડ આ વર્ષે ગુજરાત ટાઇન્સ માટે રમતા જોવા મળશે. છેલ્લે વેડ 2011 માં આઇપીએલમાં રમતા હતા. તેમના માટે તે સીઝન વધુ ખાસ રહી ન હતી અને તે ફક્ત 3 મેચો જ રમી શક્યા હતા. આ દરમિયાન તેમણે 22 રન બનાવ્યા. પરંતુ હવે વેડ તે પહેલાવાળા બેટ્સમેન રહ્યા નથી. વેડ પહેલાં એકદમ ઘાતક બની ચૂક્યા છે અને તેમણે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાને ટી20 વર્લ્ડકપ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

બાઈકથી પણ સસ્તી મળી રહી છે મારૂતિની કાર, કિંમત સાંભળીને તમે ચોંકી જશો
જીયોનો હોલી ધમાકો! 2 હજારથી ઓછામાં મળી રહ્યો છે JioPhone Next, EMI પણ છે ઉપલબ્ધ

ગુજરાતે ઉડાવ્યા કરોડો રૂપિયા
મેથ્યૂ વેડની આ વખતે મેગા ઓક્શનમાં ખૂબ ડિમાન્ડૅ હતી અને ગુજરાત ટાઇટન્સે 2 કરોડ, 40 લાખ રૂપિયામાં મેથ્યૂ વેડને પોતાના ખેમામાં સામેલ કરી દીધા છે. આઇપીએલની આ મોટી ડીલ મળતાં જ અચાનક મેથ્યૂ વેડે ઇગ્લેંડની કાઉન્ડી ક્રિકેટને અલવિદા કહી દીધું. મેથ્યૂ વેડ ઇગ્લેંડના ઘરેલૂ ટૂર્નામેંટ કાઉન્ટી ક્રિકેટમાં વોરસેસ્ટરશાયર ક્લબ માટે રમતા હતા. મેથ્યૂ વેડ આ બીજીવાર આઇપીએલમાં રમશે. આ પહેલાં તેમણે 2011  સીઝનમાં આઇપીએલ રમી હતી. મેથ્યૂ વેડ ત્યારે દિલ્હી ડેયરડેવિલ્સ માટે ક્રિકેટ રમતા હતા. ત્યારે દિલ્હીની કેપ્ટશિપ વિરેન્દ્ર સહેવાગના હાથમાં હતી. 


આઇપીએલનો રોમાંચ થશે બમણો
આ વખતે તેમણે આઇપીલની નવી ટીમ ગુજરાત ટાઇન્સે પોતાની ટીમમાં સામેલ કરવામાં આવી છે. આઇપીએલમાં આ વખતે કુલ 10 ટીમો વચ્ચે રોમાંચ બમણો થઇ જશે. આ ટીમની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે. આઇપીએલ 2022 ની સીઝન 26 માર્ચથી ભારતમાં જ રમાશે. ટૂર્નામેન્ટ મે મહીનાની 29 તારીખ સુધી ચાલશે. પહેલો મુકાબલો ગત વર્ષની ચેમ્પિયન સીએસકે અને કેકેઆર વચ્ચે હશે. 


પાકિસ્તાન વિરૂદ્ધ કરી હતી કમાલ
મેથ્યૂ વેડ ઓસ્ટ્રેલિયાની ટી20 વર્લ્ડકપ જીત માટે એક મોટો હિસ્સો રહ્યા હતા. વેડએ પાકિસ્તાન વિરૂદ્ધ સેમીફાઇનલ મેચમાં સતત ત્રણ સિક્સર ફટકારી ઓસ્ટ્રેલિયાને એક હારેલી મેચમાં જીત અપાવી હતી. જોકે ઓસ્ટ્રેલિયાને જીત માટે 30 બોલમાં 62 રન જોઇતા હતા. વેડએ શાહીન શાહ અફરીદી પર 19મી ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી ટીમને જીત અપાવી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેંડને આરામથી હરાવી દીધી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube