IPL 2022 Mega Auction: કેપ્ટન પર લાગશે દાવ? આ ટીમોને લીડરની શોધ, આ ખેલાડી પર થશે પૈસાનો વરસાદ
IPL 2022 Mega Auction: આઈપીએલ 2022 માટે મેગા ઓક્શનમાં સામેલ થનારા ખેલાડીઓની યાદી આવી ગઈ છે. કેટલીક ટીમોને હાલના અને ભવિષ્યના લીડર્સની શોધ છે. એવામાં અનેક ખેલાડીઓ પર આ વખતે પૈસાનો વરસાદ થશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે.
નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શન માટે બધા ખેલાડીઓની યાદી અને તેની બેસ પ્રાઈઝ રજૂ કરી છે. હવે દરેક ટીમ પોતાના બજેટના હિસાબથી રણનીતિ બનાવવાનું કામ કરી શકે છે. આઈપીએલમાં હજુ કેટલીક ટીમ એવી છે જેમને લીડરની શોધ છે. એવામાં મેગા ઓક્શનની યાદીમાં કેટલાંક એવા નામ છે જે કેપ્ટન બનવાના દાવેદાર છે. આવા જ કેટલાંક મોટા ખેલાડીઓની બેસ પ્રાઈઝ શું છે અને તેમની કેટલી બોલી લાગી શકે છે. એક નજર કરીએ.
કઈ ટીમોને કેપ્ટનની તલાશ:
આઈપીએલમાં આ વખતે કુલ 10 ટીમ ભાગ લઈ રહી છે. તેમાંથી અનેક ટીમોના કેપ્ટન પહેલાંથી જ નક્કી છે. જે ટીમોને કેપ્ટનની તલાશ છે તેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ છે. તેમાં પણ પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને રિટેઈન કર્યો છે તો તે કેપ્ટન બની શકે છે. બાકી ટીમોના કેપ્ટન પહેલાંથી લગભગ નક્કી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્મા, ચેન્નઈ સુપર કિંગ્સના એમએસ ધોની, અમદાવાદના હાર્દિક પંડ્યા, રાજસ્થાનના સંજુ સેમસન, દિલ્લી કેપિટલ્સના ઋષભ પંત, લખનઉ સુપર જાયન્ટ્સના લોકેશ રાહુલ, સનરાઈઝર્સ હૈદરાબાદના કેન વિલિયમ્સન છે.
કોણ છે ઓક્શનમાં કેપ્ટનના દાવેદાર:
ઓક્શન લિસ્ટમાં અનેક મોટા નામ છે. જે હાલના સમયમાં કે ભવિષ્યમાં કોઈ ટીમના કેપ્ટન બની શકે છે. શિખર ધવન 2 કરોડ બેસ પ્રાઈઝ, ડેવિડ વોર્નર 2 કરોડ બેસ પ્રાઈઝ, સુરેશ રૈના 2 કરોડ બેસ પ્રાઈઝ, શ્રેયસ અય્યર 2 કરોડ બેઝ પ્રાઈઝ, દિનેશ કાર્તિક 2 કરોડ બેસ પ્રાઈઝ જેવા મોટા નામ છે. એવામાં જો આઈપીએલ ઓક્શનમાં તેમના નામની બોલી લાગશે તો કિંમત ઘણે આગળ સુધી જઈ શકે છે.