IPL Auction 2022: હવે આ ટીમમાં ધમાલ મચાવશે વોર્નર, યુવા બેટર સાથે કરશે ઓપનિંગ
TATA IPL Auction ડેવિડ વોર્નર આઈપીએલની આ સીઝનમાં હવે દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. દિલ્હીએ વોર્નરને પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે.
નવી દિલ્હીઃ બોલરો માટે કાળ મનાતા ઓસ્ટ્રેલિયાના ખતરનાક બેટર ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સે 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ડેવિડ વોર્નર આઈપીએલ 2022માં પૃથ્વી શોની સાથે દિલ્હી કેપિટલ્સ તરફથી પૃથ્વી શો સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. આ પહેલાં વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં હતો. પરંતુ તે ફરી પોતાની સૌથી પહેલી આઈપીએલ ટીમ દિલ્હીમાં પહોંચી ચુક્યો છે.
આઈપીએલમાં ફરી દિલ્હી તરફથી રમતો જોવા મળશે વોર્નર
મહત્વનું છે કે ડેવિડ વોર્નરે આઈપીએલ કરિયરની શરૂઆત દિલ્હી ડેરડેવિલ્સ તરફથી કરી હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનર વોર્નર માટે 2 કરોડ રૂપિયાથી બોલી શરૂ થઈ હતી અને દિલ્હી, મુંબઈ તથા ચેન્નઈ વચ્ચે ટક્કર જોવા મળી હતી. અંતમાં વોર્નરને 6.25 કરોડ રૂપિયામાં દિલ્હી કેપિટલ્સે ખરીદી લીધો છે.
આ પણ વાંચોઃ IPL 2022: સુરેશ રૈનાનું દિલ તૂટ્યું, હરાજીમાં કોઈ પણ ટીમે ભાવ પણ ન પૂછ્યો! આ દિગ્ગજો રહ્યા અનસોલ્ડ
અત્યાર સુધી આ ખેલાડીઓ વેચાયા
- દીપક હુડ્ડાને લખનઉ સુપર જાયન્ટ્સે 5.75 કરોડમાં ખરીદ્યો
- ઓલરાઉન્ડર હર્ષલ પટેલ ફરી આરસીબીમાં જોવા મળશે, 10.75 કરોડની મોટી રકમ આપી ખરીદ્યો
- શાકિબ અલ-હસનને કોઈ ખરીદદાર મળ્યું નહીં
- જેસન હોલ્ડર પર થયો રૂપિયાનો વરસાદ, લખનઉ સુપર જાયન્ટ્સે 8.75 કરોડમાં ખરીદ્યો
- ઓલરાઉન્ડર નીતિશ રાણાને કોલકત્તાએ 8 કરોડની મોટી રકમ આપી ખરીદ્યો
- ચેન્નઈ સુપર કિંગ્સે 4.40 કરોડમાં ડ્વેન બ્રાવોને ફરી પોતાની ટીમમાં સામેલ કર્યો
- સ્ટીવ સ્મિથ ન વેચાયો
- સુરેશ રૈનાને કોઈ ખરીદદાર મળ્યું નહીં
- ઓપનર દેવદત્ત પડિક્કલને 7.75 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો
- ડેવિડ મિલરને કોઈ ખરીદદાર ન મળ્યું
- ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને 2 કરોડમાં ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો
- વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટર શિમરોન હેટમાયરને 8.50 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો
- મનીષ પાંડેને 4.60 કરોડમાં લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદ્યો
આ પણ વાંચોઃ IPL Auction 2022: શ્રેયસ અય્યરને લાગ્યો જેકપોટ, કોલકત્તાએ 12.25 કરોડ રૂપિયા આપી ખરીદ્યો
- વિસ્ફોટક બેટર ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સને 6.25 કરોડમાં ખરીદ્યો
- લખનઉ સુપર જાયન્ટ્સે ક્વિન્ટન ડી કોકને 6.75 કરોડમાં ખરીદ્યો
- આફ્રિકાના બેટર ફાફ ડુ પ્લેસિસને આરસીબીએ 7 કરોડમાં ખરીદ્યો
- મોહમ્મદ શમીને ગુજરાત ટાઈટન્સે 6.25 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો
- શ્રેયસ અય્યરને કોલકત્તા બનાવશે કેપ્ટન! 12.25 કરોડમાં ખરીદ્યો
- ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને રાજસ્થાન રોયલ્સે 8 કરોડમાં ખરીદ્યો
- કગિસો રબાડાને મળી નવી ટીમ, પંજાબ કિંગ્સે 9.25 કરોડમાં ખરીદ્યો
- ફાસ્ટ બોલર પેટ કમિન્સને કોલકત્તા નાઇટ રાઇડર્સે 7 કરોડ 25 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો
- રવિચંદ્રન અશ્વિનને 5 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો
- શિખર ધવનને પંજાબ કિંગ્સે 8.25 કરોડમાં ખરીદ્યો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube