બેંગલુરૂઃ કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં આઈપીએલ 2022ની હરાજી ચાલી રહી છે. અહીં ભારતીય યુવા ખેલાડીઓ પર ધનવર્ષા થઈ રહી છે. આઈપીએલની 14મી સીઝનમાં પર્પલ કેપ જીતીને દુનિયાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરનાર હર્ષલ પટેલને આરસીબીએ 10 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો કેકેઆરે યુવા બેટર અને પાર્ટ ટાઇમ બોલર નીતીશ રાણાની કમાણીમાં 200 ટકાનો વધારો થયો છે. તો રાજસ્થાન રોયલ્સે યુવા ઓપનર દેવદત્ત પડિક્કલને 7.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 


હર્ષલ પટેલ- આરસીબી 10.75 કરોડ
IPL 2021માં, RCBએ 20 લાખની બેઝ પ્રાઈસમાં હર્ષલ પટેલને તેની ટીમમાં સામેલ કર્યો હતો. ગત સિઝનમાં સૌથી વધુ 32 વિકેટ લેનાર આ ખેલાડીએ કહ્યું હતું કે તે 20 લાખથી વધુનો હકદાર છે. હર્ષલ પટેલની શાનદાર બોલિંગનો પડઘો IPL 2022ની હરાજીમાં જોવા મળ્યો જ્યારે RCBએ તેને 10 કરોડથી વધુમાં પોતાની ટીમમાં સામેલ કર્યો. સનરાઇઝર્સ હૈદરાબાદે પણ હર્ષલને ખરીદવામાં રસ દાખવ્યો હતો, પરંતુ આરસીબીએ હર્ષલને ખરીદવાનું મન બનાવી લીધું હતું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube