નવી દિલ્હી: નવી દિલ્હી: IPLની મેગા ઓક્શનની તૈયારીઓ શરૂ કરી નાંખવામાં આવી છે. મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. તેના માટે ખેલાડીઓનું ફાઈનલ લિસ્ટ સામે આવી ગયું છે. આ વખતે મેગા ઓક્શનમાં 590 ખેલાડીઓ ઉતરશે. જ્યારે, 10 ટીમો પાસે કુલ 217 સ્લોટ ખાલી છે. આ વખતે મેગા ઓક્શન માટે 19 દેશોના 1214 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 590 ખેલાડીઓને અંતિમ હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. બેંગલુરુમાં યોજાનાર IPL ઓક્શનમાં કેટલાય ખેલાડીઓની કિસ્મત ચમકશે. IPL ઓક્શનમાં સોથી પહેલા 10 માર્કી ખેલાડીઓ પર બોલી લગાવાશે. ત્યાર પછી બાકીના ખેલાડીઓની બોલી લાગશે. ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાની પહેલી સીઝનમાં કયા કયા ખેલાડીઓની પસંદગી કરશે તેના પર તમામ લોકોની નજર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે બે નવી ટીમો અમદાવાદ અને લખનઉ મેદાનમાં રમતી જોવા મળશે. તેથી આ સત્ર ખૂબ જ રોમાંચક રહેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા મોટા નામોએ આ વર્ષે વિશ્વની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. જેમાં બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જો રૂટ અને મિશેલ સ્ટાર્ક જેવા નામ સામેલ છે. તેમણે મેગા ઓક્શનમાં પોતાનું નામ સુદ્ધા આપ્યું નથી.


228 કેપ્ડ અને 335 અનકેપ્ડ ખેલાડીઓ ઓક્શનમાં..
590 ખેલાડીઓમાંથી 228 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા (કેપ્ડ) છે. જ્યારે, 335 અનકેપ્ડ ખેલાડીઓ છે, એટલે કે, આ ખેલાડીઓ પાસે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ નથી. સાત ખેલાડીઓ સહયોગી દેશો (નેપાળ, સ્કોટલેન્ડ જેવા દેશો)ના છે. આઈપીએલની આ 15મી સંસ્કરણ હશે. બે દિવસ સુધી ચાલનારા મેગા ઓક્શનમાં આ વખતે ઘણા નવા ખેલાડીઓની હરાજી થતી જોવા મળશે.


દેશ ઓક્શનમાં કેટલા ખેલાડી
અફગાનિસ્તાન 17
ઓસ્ટ્રેલિયા 47
બાંગ્લાદેશ     5
ઈંગ્લેન્ડ 24
આયરલેન્ડ 5
ન્યૂઝીલેન્ડ     24
દક્ષિણ આફ્રિકા 33
શ્રીલંકા 23
વેસ્ટઈન્ડિઝ 34
ઝિમ્બાબ્વે 1

2 કરોડ રૂપિયાની બેસ પ્રાઈસવાળા 48 ખેલાડી
ફાઈનલ લિસ્ટમાં 48 ખેલાડીઓ બે કરોડ રૂપિયાની બેસ પ્રાઈસવાળા છે. જ્યારે, 20 ખેલાડીઓની મૂળ કિંમત દોઢ કરોડ (1.5 કરોડ) રૂપિયા છે. 34 ખેલાડીઓની બેસ પ્રાઈસ 1 કરોડ રૂપિયા છે. બેઝ પ્રાઈસનો અર્થ એ છે કે આ ખેલાડીઓ પર બિડિંગ આ રકમથી શરૂ થશે. હરાજીમાં 590 ખેલાડીઓમાંથી 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ છે. હરાજીમાં ભારત પછી ઓસ્ટ્રેલિયાના (47) સૌથી વધુ ખેલાડીઓ છે.


ટી20 વર્લ્ડકપ 2021માં પ્લેયર ઓફ ધ સીરિઝ રહેલા ઓસ્ટ્રેલિયન ટીમના સલામી બેટ્સમેન ડેવિડ વોર્નર અને તેમની ટીમના સાથી તથા ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહેલા મિચેલ માર્શ સહિત 49 ખેલાડીઓમાં સામેલ છે, જેમાં આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં પોતાની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે. મિચેલ સ્ટાર્ક, સેમ કુરન, બેન સ્ટોક્સ, ક્રિસ ગેલ, જોફ્રા આર્ચર અને ક્રિસ વોક્સ એવા ખેલાડીઓમાં સામેલ છે જેઓ હરાજીની શરૂઆતની યાદીમાંથી ગાયબ છે. IPL 2022 મેગા ઓક્શન માટે BCCI મોટી તૈયારી કરી રહ્યું છે અને ખેલાડીઓની બિડ આવતા મહિને બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાવાની છે. IPL 2022માં આ વખતે 8ની જગ્યાએ 10 ટીમો રમશે અને આ ટીમોએ હરાજી પહેલા જ પોતાની સાથે 33 ખેલાડીઓને જોડી દીધા છે. 


ઓક્શનમાં ઉતરનાર મુખ્ય ભારતીય ખેલાડી
ઓક્શનમાં ઉતરનાર મુખ્ય ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો તેમાં શ્રેયસ ઐયર, શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાન કિશન, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ જેવા ક્રિકેટરોનો સમાવેશ થાય છે. જેમાંથી શ્રેયસ, ઈશાન, શાર્દુલ અને ચહરને મોટી બોલી લાગી શકે છે.


2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ ધરાવતા માર્કી ખેલાડીઓ
જ્યારે, ડેવિડ વોર્નર, અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પેટ કમિન્સ, ક્વિન્ટન ડી કોક, ધવન, ફાફ ડુ પ્લેસિસ, શ્રેયસ, કાગિસો રબાડા અને શમી તે ખેલાડીઓમાં સામેલ છે જેમની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. IPL પણ તેને માર્કી પ્લેયર કહે છે. આ સિવાય પેટ કમિન્સ, જોની બેરસ્ટો, જેસન હોલ્ડર, ડ્વેન બ્રાવો, શાકિબ અલ હસન અને વાનિન્દુ હસરંગા જેવા વિદેશી ખેલાડીઓ પણ હરાજીમાં ઉતરશે.


અંડર-19 ક્રિકેટરો પણ ઓક્શનમાં થશે સામેલ
આ વખતે અંડર-19ના ક્રિકેટરો પણ હરાજીમાં ધૂમ મચાવશે. અંડર-19 વર્લ્ડકપ રમી રહેલા યશ ધૂલ, વિકી ઓસ્તવાલ, રાજવર્ધન હંગરગેકર પણ હરાજીમાં ઉતરશે. આ ઉપરાંત દેવદત્ત પડિકલ, હર્ષલ પટેલ, કૃણાલ પંડ્યા, શાહરૂખ ખાન, દીપક હુડા અને અવેશ ખાન પર પણ મોટી બોલીઓ લાગવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


ફ્રેંચાઈઝી પર્સમાં કેટલી રકમ બચી (કરોડ રૂપિયા) સ્લોટ ખાલી કેટલા વિદેશી ખેલાડી સામેલ થઈ શકે
ચેન્નાઈ સુપર કિંગ 48 21 07
દિલ્હી કેપિટલ્સ 47.5 21 07
કોલકાતા નાઈટ રાઈડર્સ 48 21 06
લખનઉ સુપર જાઈન્ટ્સ 59 22 07
મુંબઈ ઈન્ડિયન્સ 48 21 07
પંજાબ કિંગ 72 23 08
રાજસ્થાન રોયલ્સ 62 22 07
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 57 22 07
સનરાઈઝર્સ હૈદરાબાદ 68 22 07
ગુજરાત ટાઈટન્સ 52 22 07


ટીમો વચ્ચે થઈ શકે છે જોરદાર સ્પર્ધા
આ વખતે IPLમાં ટીમોની સંખ્યા આઠથી વધારીને 10 કરવામાં આવી છે. અમદાવાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ બે નવી ટીમો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ટીમ અમદાવાદ વચ્ચે ખેલાડીઓ ખરીદવાની સ્પર્ધા જબરદસ્ત બનશે.


33 ખેલાડીઓને કરવામાં આવ્યા રીટેન
10 ટીમોએ કુલ મળીને 33 ખેલાડીઓને રિટેન કર્યા છે. આઠ જૂની ટીમોએ 27 ખેલાડીઓને રીટેન કર્યા, જ્યારે બે નવી ટીમો અમદાવાદ અને લખનઉ એ છ ખેલાડીઓને સામેલ કર્યા. લખનઉ એ કેએલ રાહુલને 17 કરોડમાં પોતાની ટીમ સાથે જોડ્યો છે. આ સાથે તે સંયુક્ત રૂપથી IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. અગાઉ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને 2021ની સીઝનમાં માત્ર 17 કરોડ રૂપિયા મળ્યા હતા. લખનઉ એ કેએલને પોતાની ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે. આ સાથે જ ગુજરાતની ટીમે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે.


ઉપલબ્ધ રહેનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મોટા નામ 
રિપોર્ટ મુજબ પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા, બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ), ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા, રૂ. 2 કરોડ), સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા, રૂ. 2 કરોડ), ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકા, રૂ. 2 કરોડ), ફાફ ડુ પ્લેસીસ (દક્ષિણ આફ્રિકા, રૂ. 2 કરોડ) અને માર્ક વુડ (ઇંગ્લેન્ડ, રૂ. 2 કરોડ). ફાસ્ટ બોલર વુડ ગયા વર્ષની હરાજીમાં નહોતો.


યાદીમાં ભારતીય ક્રિકેટના કેટલાક મોટા નામ
આ યાદીમાં ભારતીય ક્રિકેટના કેટલાક મોટા નામ સામેલ છે. જેમાં રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ ઐયર, શિખર ધવન, ઈશાન કિશન, સુરેશ રૈના, દેવદત્ત પડિકલ અને હર્ષલ પટેલનો સમાવેશ થાય છે. આ સિવાય દિનેશ કાર્તિક, ભુનેશ્વર કુમાર, અંબાતી રાયડુ, કૃણાલ પંડ્યા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, રોબિન ઉથપ્પા અને શાર્દુલ ઠાકુર પણ છે. આ તમામની બ્રેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે.


દરેકના પર્સમાં કેટલા રૂપિયા:
ચેન્નાઈ સુપર કિંગ્સ 48 કરોડ, દિલ્હી કેપિટલ્સ 47.5 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ 48 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ 59 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ 48 કરોડ, પંજાબ કિંગ્સ 72 કરોડ, રાજસ્થાન રોયલ્સ 62 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 57 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ 68 કરોડ, ગુજરાત ટાઇટન્સ 52 કરોડ


કઈ ટીમે કયા ખેલાડીઓને કર્યા રીટેન 
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કિરોન પોલાર્ડ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ.
ચેન્નાઈ સુપર કિંગ્સ: રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી.
દિલ્હી કેપિટલ્સ: રિષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો અને એનરિક નોર્ટજે.
કોલકાતા નાઈટ રાઈડર્સ: આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર અને સુનીલ નારાયણ.
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ.
પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ, અર્શદીપ સિંહ.
સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન, અબ્દુલ સમદ અને ઉમરાન મલિક.
લખનૌ: કેએલ રાહુલ, માર્કસ સ્ટોઈનીસ, રવિ બિશ્નોઈ.
અમદાવાદઃ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, શુભમન ગિલ.