IPL 2022 Mega Auction: IPL માંથી કેટલા કમાય છે પ્લેયર? જાણો એક મેચ રમવા પર કેટલી મળે છે ફી
IPL 2022 Mega Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગ ફરી એકવાર શરૂ થવાની છે. ખેલાડીઓ માટે 12,13 ફેબ્રુઆરીએ હરાજી બોલવામાં આવશે. બેંગલુરુમાં થનારું ઓક્શન આ વખતે મેગા બજેટ રહેવાનું છે.
નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગનું ઓક્શન નજીક છે. આ વખતે મેગા ઓક્શનમાં 590 ખેલાડીઓની હરાજી બોલાવાની છે. અને 10 ટીમ તેમને ખરીદવા માટે તૈયાર છે. મેગા ઓક્શન પહેલાં બધા ખેલાડીઓની યાદી અને બેસ પ્રાઈઝ પણ સામે આવી ગઈ છે. દરેક વખતે જોવા મળે છે કે ખેલાડી ઓક્શન પછી માલામાલ બની જાય છે. પરંતુ ઓક્શનમાં થનારી કમાણી કેવી રીતે ખેલાડીઓને મળે છે. તેનું પણ એક ગણિત છે. આઈપીએલ ઓક્શનથી થનારી કમાણીનો એક ભાગ કેટલો ખેલાડીના ખિસ્સામાં આવે છે અને તેનાથી અલગ શું કમાણી હોય છે. તેને સમજીએ.
1. આઈપીએલ ઓક્શનમાં દરેક ખેલાડીની એક બેસ પ્રાઈઝ હોય છે. જેને તે પોતે રજિસ્ટર કરાવે છે. આઈપીએલ 2022ના મેગા ઓક્શનમાં 20 લાખ, 30 લાખ, 50 લાખ, 1 કરોડ, 1.5 કરોડ અને 2 કરોડની બેસ પ્રાઈસવાળા ખેલાડી છે.
2. કોઈપણ ખેલાડીની બોલી જ્યારે લાગે છે તો તે બેસ પ્રાઈઝથી શરૂ થાય છે. અને પછી ટીમની વચ્ચે રેસ લાગે છે. જેની સૌથી વધારે બોલી, ખેલાડી તેની ટીમમાં જાય છે. આઈપીએલ ઓક્શનનો કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષનો હોય છે. કોઈ અન્ય પરિસ્થિતિમાં તે એક વર્ષનો પણ હોઈ શકે છે.
3. કોઈપણ ખેલાડી જેટલા રૂપિયામાં વેચાય છે. તે તેની એક સિઝનની ફી હોય છે. એટલે જો 20 લાખની બેસ પ્રાઈઝવાળા કોઈ ખેલાડીને કોઈ ટીમ 1 કરોડ રૂપિયામાં ખરીદે છે. તો તે તેની વાર્ષિક ફી હશે. એટલે જો તે ત્રણ સિઝન એક જ ટીમ તરફથી રમે છે તો તેની કમાણી 3 કરોડ રૂપિયા થશે.
4. ખેલાડીઓને ટીમ પૈસા કઈ રીતે આપે છે. તે સંપૂર્ણ રીતે તેના પર નિર્ભર હોય છે. આઈપીએલની કેટલીક ટીમ ટુર્નામેન્ટ શરૂ થતાં પહેલાં અડધી રકમ અને પૂરી થયા પછી અડધી રકમ આપે છે. કેટલીક ટીમ સંપૂર્ણ રકમ સિઝન પૂરી થાય ત્યારે કે શરૂ થતાં પહેલાં આપી દે છે.
5. જો કોઈ ખેલાડી ટુર્નામેન્ટ શરૂ થતાં પહેલાં ઈજાગ્રસ્ત થઈ જાય છે ત્યારે પણ ટીમને તેના કોન્ટ્રાક્ટની અડધી ફી મળે છે. જો ટુર્નામેન્ટ દરમિયાન કોઈ ખેલાડીને ઈજા થાય છે અને તે બહાર થઈ જાય છે. ત્યારે પણ તે અડધી સેલરીનો હકદાર બને છે.
6. જો કોઈ ખેલાડીને ટીમ ખરીદે છે અને તેને આખી ટુર્નામેન્ટમાં રમવાની તક આપતી નથી ત્યારે પણ તેના કોન્ટ્રાક્ટ પ્રમાણે આખી ફી મળે છે. કેમ કે ટીમ સાથે જોડાયેલો રહે છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 14 અત્યાર સુધી થઈ ગઈ છે. અને હજુ સુધી સેંકડો દેશી અને વિદેશી ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. એવામાં અનેક ખેલાડી કરોડો રૂપિયા આ ટુર્નામેન્ટથી કમાઈ ચૂક્યા છે. આઈપીએલ કોન્ટ્રાક્ટના હિસાબથી જોઈએ તો એમએસ ધોનીની અત્યાર સુધી સૌથી વધારે કમાણી થઈ છે.