IPL 2022 Mega Auction: બીસીસીઆઈએ કરી મોટી જાહેરાત, હવે 590 ક્રિકેટરો પર લાગશે બોલી
IPL 2022 Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં ખેલાડીઓની હરાજી થવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હરાજીમાં ભાગ લઈ રહેલાં ખેલાડીઓની ફાઈનલ યાદી જાહેર કરી દીધી છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022 Auction) 2022ના મેગા ઓક્શનથી જોડાયેલી મોટી જાહેરાત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કરી છે. આઈપીએલ 2022 મેગા ઓક્શનની લિસ્ટ બે દિવસીય હરાજી માટે ફાઇનલ થઈ ગઈ છે. 1200થી વધુ ક્રિકેટરોએ હરાજી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ 590 ક્રિકોટરો પર બોલી લાગશે. 12 અને 13 ફેબ્રુઆરી 2022ના બેંગલુરૂમાં આઈપીએલની 15મી સીઝન માટે હરાજી થવાની છે, જેમાં દસ ટીમોના માલિક અને પ્રતિનિધિ ભાગ લેશે.
આઈપીએલ 2022ના મેગા ઓક્શનમાં જે 590 ખેલાડીઓ પર બોલી લાગશે તેમાં 228 કેપ્ડ અને 355 અનકેપ્ટ પ્લેયર્સ છે. કેપ્ટ એટલે કે તે પોતાના દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુક્યો છે. તો અનકેપ્ટ ક્રિકેટર એટલે કે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી ચુક્યો છે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય રમવાની તક મળી નથી. 7 ખેલાડીઓ એસોસિએશ દેશના પણ છે, જેના પર ઓક્શનમાં બોલી લાગશે.
ભારતના મહત્વના ખેલાડીઓની વાત કરીએ તો શ્રેયસ અય્યર, શિખર ધવન, આર અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાન કિશન, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને હર્ષલ પટેલ જેવા ઘણા ખેલાડીઓ છે, જેના પર ભારે બોલી લગાવી શકાય છે. તે જ સમયે, વિદેશી ખેલાડીઓમાં ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, કાગિસો રબાડા, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડી કોક, જોની બેયરસ્ટો, જેસન હોલ્ડર, ડ્વેન બ્રાવો, શાકિબ અલ હસન અને વાનિન્દુ હસરંગા જેવા મજબૂત ખેલાડીઓ છે.
આ પણ વાંચોઃ Hardik Pandya નો ચોંકાવનારો ખુલાસો, T20 વર્લ્ડ કપમાં મારી સાથે કરવામાં આવ્યો હતો આવો વ્યવહાર
તમને જણાવી દઈએ કે આ વખતે આઈપીએલમાં 10 ટીમો ભાગ લેશે. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો છેલ્લા કેટલાક સમયથી આઈપીએલ રમી રહી છે, પરંતુ હવે લખનઉ સુપર જાયન્ટ્સ અને અમદાવાદની ટીમો આઈપીએલ આ વર્ષથી એન્ટ્રી કરશે.
IPL 2022 ના ઓક્શનમાં હવે 48 ખેલાડીઓ એવા છે, જેની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા છે. તો 20 ખેલાડી એવા છે, જેની બેઝ પ્રાઇઝ 1.50 કરોડ છે. આ સિવાય 34 ખેલાડીઓની બેઝ પ્રાઇઝવ 1 કરોડ રૂપિયા છે. અન્ડર-19 ક્રિકેટથી યશ ઢુલ, વિક્કી ઓસ્તવાલ, રાજવર્ધન હંગરગેકર અને કેટલાક અન્ય ખેલાડી છે, જે પણ ઓક્શનમાં સામેલ થવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube